Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ધૂમ્રપાનની આદત છોડવાનો આ છે સૌથી સરળ નુસખો?

Image
ગ્રીન ટીનાં ફાયદાકારક તત્વો ઉપર થયેલા એક સંશોધન દ્વારા જાણવાં મળ્યું છે કે, ધૂમ્રપાન કરનારા લોકો માટે ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના સેવનથી ધૂમ્રપાન કરનાવી આદત ધીમે-ધીમે છૂટતી જાય છે. - એલ થિયાનિન નામનું એમીનો એસિડ તત્વ, તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. - ધૂમ્રપાન છોડ્યા બાદ ગ્રીન ટીનું સેવન, ફેફસાને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદરૂપ બને છે. માલાબાર કેન્સર સેન્ટર ખાતે, કોમ્યુનિટી ઓન્કોલોજી વિભાગના અદ્યાપક ડૉ. ફ્સાં ફ્લિપિનું કહેવું છે, "ચીનમાં થયેલા એક નવા રિસર્ચ પરથી જાણવાં મળ્યું છે કે, ગ્રીન ટીમાં મળી આવતું એલ થિયાનિન નામનું એમીનો એસિડ તત્વ, તણાવમાંથી મુક્તિ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે." ડૉ. ફ્લિપિનું કહેવું છે કે ધૂમ્રપાન કરનારી વ્યક્તિને, ગ્રીન ટીનું સેવન કરવાથી તેવો જ તૃષ્ટિગુણ મળે છે, જેવો સિગારેટ કે બીડી પીતા સમયે તેને મળતો હોય છે. કોચીનની લેકશોર હોસ્પિટલના કેન્સર વિભાગ સાથે જોડાયેલા થૉમસ વર્ગીઝનું કહેવું છે, "ધૂમ્રપાન છોડ્યા બાદ ગ્રીન ટીનું સેવન, ફેફસાને પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદરૂપ બને છે. તેનાથી ફેફ...

રસોડાની રંગત

-અથાણાના સંભારમાં ૧૦થી ૧૨ લવંિગનું તેલ ભેળવવાથી અથાણામાં ફંગસ નથી થતી. -શાકમાં પાણી વધારે પડી ગયું હોય તો તેમાં એક બાફેલા બટાકાને છૂંદીને નાખવું. શાકનો રસો ગાઢ્ઢો થઇ જતાં શાક સ્વાદિષ્ટ લાગશે. -રસાવાળા શાકને વઘુ સ્વાદિષ્ટ કરવા મસાલો સાંતળતી વખતે દહીં તેમજ મગજતરીના બિયાંનો ભૂક્કો ભેળવવો.  -કસ્ટર્ડ બનાવતી વખતે સાકરની સાથે થોડું દહીં ભેળવવાથી બમણું સ્વાદિષ્ટ થાય છે.  -ચણાના લોટના પકોડા બનાવતી તેમાં થોડો ચોખાનો લોટ ભેળવવાથી પકોડા ક્રિસ્પી બને છે. -ચણાના લોટની બરફી બનાવતી વખતે તેમાં થોડો રવો ઉમેરવાથી બરફી સ્વાદિષ્ટ બને છે. -ચણાના લોટના ફૂલવડા બનાવતી વખતે બ્રેડનો સૂકો ચૂરો ઉમેરવાથી ક્રિસ્પી બને છે તેમજ તળવામાં તેલ ઓછું વપરાય છે. -ચણાના લોટના પકોડા બનાવતી વખતે અથાણાનો સંભાર નાખવાથી સ્વાદ વધે છે.  -બટાકા કાપ્યા પછી કાળા ન પડી જાય માટે સરકો અથવા લીંબુનો રસ ભેળવેલ પાણીમાં તેને પલાળી રાખવા. -સૂપ બનાવતા પહેલા ટમેટાને રેફ્રિજરેટરમાં રાખવા. છાલ ઉતારવાની સરળતા પડે એટલે ટામેટા પર ગરમ પાણીની ધાર છોડવી. -હળદર, જીરા અને ધાણા વગેરે મસાલાને ઉપયોગમાં લેતા પહેલા તેલમાં શેકવાથી શાકનો સ...

અજમાઓ

' પ્રેશર કુકર ઉપયોગમાં લેવાયું હોય ત્યારે તેના ઢાંકણ પર લસણની કળીઓ ૧૦ મિનિટ રાખવાથી છોતરા જલદી નીકળી જશે. ' અલ્સર શરૂઆતની સ્થિતિમાં હોય તો મધને દૂધ તથા ચા સાથે લેવાથી રાહત થાય છે. ' સૂકી ઊધરસમાં મધ તથા લીંબુનો રસ સમાન માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે. ' આદુના રસ તથા મધનું સપ્રમાણ સેવન કરવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે તેમજ હેડકી આવતી હોય તો બંધ થાય છે. ' કબજિયાતથી રાહત પામવા ટામેટા અથવા સંતરાના રસમાં એક ચમચો મધ ભેળવી સેવન કરવાથી લાભ થાય છે. ' સંતરાની છાલના પાવડરમાં બે ચમચા મધ નાખી ફીણી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે તથા કાંતિવાન બને છે. ' ગ્રેવીના રંગને ઘેરો કરવા ચપટી કોફી ભેળવવી. ' કસ્ટર્ડ બનાવતી વખતે સાકર સાથે એક ચમચો મધ નાખવાથી વઘુ સ્વાદિષ્ટ થાય છે. ' મુખમાંના છાલાના છૂટકારા માટે ભોજન બાદ એક નાની હરડે ચૂસવી. ' શેતૂરનો રસ અડધો ગ્લાસ એક-એક ધૂંટડો દિવસમાં બે વાર પીવાથી છાલામાં ફાયદો કરે છે. ' ચપટી કપૂર તથા એક નાનો ચમચો દળેલી ખડા સાકર ભેળવી છાલા પર લગાડવાથી લાભ થાય છે. ' બટાકા બાફ...

'ક્રિસ્પી ઇડલી ચાટ'

Image
ક્રિસ્પી ઇડલી ચાટ સામગ્રી : નાની ઇડલી - ૧૫ નંગ પનીરના ટુકડા - અડધી વાટકી બાફેલા બટાકાના ટુકડા - અડધી વાટકી બાફેલા કાળા ચણા - અડધી વાટકી ક્રશ કરેલી પાપડી - જરૂર મુજબ સજાવટ માટે આમલીની ચટણી - જરૂર મુજબ ગળ્યું દહીં - સ્વાદ મુજબ મરચું - સ્વાદ મુજબ સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ સમારેલી કોથમીર - થોડી સેવ - ભભરાવવા માટે મીઠું - સ્વાદ મુજબ રીત : -ઇડલીને એકદમ ક્રિસ્પી સાંતળી લો. -એ જ રીતે બાફેલા ટુકડા અને પનીરના ટુકડા પણ સાંતળી લો. -ઇડલીમાં ક્રશ કરેલી પાપડી મિકસ કરો. -હવે એક પ્લેટમાં સૌપ્રથમ ઇડલી, પનીર અને બટાકાના ટુકડા, પાપડી, આમલીની ચટણી, ગળ્યું દહીં, મીઠું, મરચું, બાફેલા ચણાથી સજાવટ કરો. -છેલ્લે બારીક સેવ અને કોથમીરથી સજાવીને સર્વ કરો.

'ચાઇનીઝ કોર્ન ચાટ'

Image
ચાઇનીઝ કોર્ન ચાટ સામગ્રી : મકાઇના દાણા - ૨ વાટકી, પલાળેલા મગ, સીંગ અને ચણા - ૩ વાટકી, દાડમના દાણા અને કોર્નફ્લેકસ - અડધી વાટકી, લીંબુ - ૧ નંગ, ટમેટાં - ૨ નંગ, કેપ્સિકમ - ૨ નંગ, ચાટ મસાલો - સ્વાદ મુજબ, લીલાં મરચાં - ૨ નંગ, વિનેગર - ૨ ચમચા, ટમેટાનો સોસ - ૨ ચમચા, સોયા સોસ - ૨ ચમચા, કરમદાની ચટણી - ૧ ચમચો, તેલ - ૧ ચમચો, જીરું - અડધી ચમચી, મીઠું - સ્વાદ મુજબ રીત : મકાઇના દાણાને કૂકરમાં બે સીટી વાગે ત્યાં સુધી બાફી લો. -પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું અને લીલાં મરચાંનો વઘાર કરો -તેમાં પલાળેલી સીંગ, મગ અને ચણા નાખો. -બે મિનિટ પછી મકાઇના દાણા નાખી મિકસ કરી ચાટ મસાલો, વિનેગર અને મીઠું મિકસ કરો. -ઢાંકણું ઢાંકીને બે મિનિટ ધીમી આંચે રહેવા દો. -પ્લેટમાં કાઢતાં પહેલાં લીંબુનો રસ, બંને સોસ ભેળવો. -સર્વ કરતી વખતે દાડમના દાણા અને કોર્નફ્લેકસ ભભરાવો. -છેલ્લે કેપ્સિકમની રિંગ અને ટમેટાથી સજાવીને સર્વ કરો. -(આ ચાટમાં ફણગાવેલી દાળ પણ ભેળવી શકો છો.)

બોસઃ છેલ્લો પ્રશ્ન, અંતમાં એ મહિલાનું મોત થયું, કેવી રીતે?

બોસઃ  એક એરોપ્લેનમાં 50 ઇંટ હતી, જો આપણે 1 ઇંટ નીચે ફેંકી દઇએ તો કેટલી ઇંટ વધે? કર્મચારીઃ  સર, 49. બોસઃ  હાથીને ફ્રિજમાં પુરવાના ત્રણ સ્ટેપ ક્યાં? કર્મચારીઃ  ફ્રિજ ખોલો, હાથી અંદર મુકો અને ફ્રિજ બંધ કરો. બોસઃ  હરણને ફ્રિજમાં પુરવાના ચાર સ્ટેપ ક્યાં? કર્મચારીઃ  ફ્રિજ ખોલો, હાથી બહાર કાઢો, હરણને અંદર પુરો અને ફ્રિજ બંધ કરી દો. બોસઃ  સિંહનો બર્થડે છે અને બધા જ પ્રાણીઓ સિંહને ફ્રિજમાં પુરવા માંગે છે, કેમ? કર્મચારીઃ  કારણ કે, હરણ ફ્રિજમાં છે. બોસઃ  એક મહિલા મગર સાથે નદી કેવી રીતે પાર કરી શકી? કર્મચારીઃ  કારણ કે, મગરને સિંહના બર્થડે પર જવાની ઉતાવળ હતી. બોસઃ  છેલ્લો પ્રશ્ન, અંતમાં એ મહિલાનું મોત થયું, કેવી રીતે? કર્મચારીઃ  ડુબીને. બોસઃ  ના, પ્લેનમાંથી ફેંકેલી ઇંટ વાગવાથી. મોરલઃ  વાત ગમે તેવી હોય પરંતુ બોસ હંમેશા સાચાં જ હોય.....

"પંજાબી છોલે"

Image
3 વ્યક્તિઓ માટે બનાવો છોલે સામગ્રી: 350 ગ્રામ-કાબુલી ચણા, 2 બટાકા 150 ગ્રામ-ટામેટાં ગ્રેવી માટે 150 ગ્રામ-કોપરાનું ખમણ 2 ડુંગળી ગ્રેવી માટે આમલી આદું મરચાં કોથમીર સોડા મીઠું તેલ અથવા ઘી જરૂરિયાત પ્રમાણે મસાલા માટે: ધાણા-જીરુ મરી તજ લવિંગ અને ઈલાયચી રીતઃ - કાબુલી ચણાને રાત્રે પલાળી સવારે પાણીમાં સોડા નાખી બાફો. - સૌ પ્રથમ ડુંગળીને સમારીને ઘીમાં સાંતળો - ઘી ગરમ કરી બટાટાની ચિપ્સ તળીને એક બાજુ પર રાખો. - તજ, લવિંગ, એલચી, ધાણા-જીરું મરીને શેકી તથા આદુ-મરચાં, કોથમીર બધાને વાટી નાખો. - હવે વાટેલ મસાલો ઘીમાં સાંતળી તેમાં ટામેટાના ટુકડા અને આમલીનું પાણી ઉમેરો -બાદમાં બાફેલ ચણા અને મીઠું નાખો થોડું ઉકાળો એટલે છોલે તૈયાર. - ગરમાગરમ છોલે પ્લેટમાં મૂકી, તેના ઉપર બટાકા તથા ડુંગળીની ચિપ્સ, લીલાં મરચાંના ટુકડા, સમારેલ કોથમીરથી ગાર્નિશ કરો. - બસ, પંજાબી છોલે તૈયાર પરોઠાં સાથે ગરમાગરમ છોલે સર્વ કરો.