Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ફ્રાઇડ બનાના વિથ પાઇનેપલ સોસ

Image
ડેઝર્ટમાં મઝાં આવે એવા, ફ્રાઇડ બનાના વિથ પાઇનેપલ સોસ સામગ્રી : માખણ - ૧ ચમચો,  પીગાળેલું માખણ - ૧ ચમચો, કેળાં - ૪ નંગ,  ખાંડ (બ્રાઉન સુગર) - ૩ ચમચા,  મકાઇનો લોટ - ૨ ચમચી,  સોસ માટે, ક્રશ કરેલું પાઇનેપલ - ૧ કપ,  બદામનું એસન્સ - થોડાં ટીપાં,  લીંબુનો રસ - ૧ ચમચો,  લીંબુનું છીણ - પા ચમચી રીત : -કેળાંને છોલી તેને લંબાઇમાં બે ભાગ કરો.  -એક પેનમાં એક ચમચો માખણ ગરમ કરો અને કેળાને પાંચ મિનિટ સુધી બંને બાજુએ આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.  -ત્યાર બાદ તેને સિવઁગ પ્લેટમાં કાઢી લો. સોસ માટે :  -એક તપેલીમાં પાઇનેપલ, પીગાળેલું માખણ, ખાંડ, મકાઇનો લોટ અને થોડા ટીપાં બદામનું એસન્સ મિકસ કરો.  -હવે આ મિશ્રણને ધીમી આંચે ઘટ્ટ થાય ત્યાં સુધી રહેવા દો.  -લગભગ પાંચેક મિનિટમાં તે ઘટ્ટ થઇ જાય એટલે લીંબુનો રસ અને છીણ ભેળવો.  -આ તૈયાર થયેલા સોસને સાંતળેલાં કેળાં પર રેડો અને ગરમગરમ સર્વ કરો.

દેવદાસ ઓફ ૨૦૧૨ એ લખ્યાં ડાયલોગ

મા ને કહા ફેસબુક છોડ દો પાપા ને કહા નાઈટ કોલિંગ છોડ દો દોસ્તો ને કહા મોબાઈલ સે બેલેન્સ ચુરાના છોડ દો પારો ને કહા દારૂ પીના છોડ દો ઔર એક દીન આયેગા જબ ગર્લફ્રેન્ડ કે બચ્ચે કહેંગે.. મામૂ.. અબ તો હમારી અમ્મી કા પીછા છોડ દો..

સાસુ-વહુનો મજેદાર ઝઘડો

સાસુઃ  ભગવાને તને બે આંખો આપી છે. ચોખામાંથી ૨-૪ પથરા નથી વીણી શકતી? વહુઃ  ભગવાને તમને ૩૨ દાંત આપ્યા છે, ૨-૪ પથરા ચાવી નથી શકતા?

ટ્વિટર હવે કહેશે, બોસ, તમે બીમાર પડવાના છો!

એક નવાં અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે અભિવ્યક્તિનું મજબૂત પ્લેટફોર્મ બની ચૂકેલી માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર, આઠ દિવસ પહેલા જ તમને જણાવી દેશે કે તમે બીમાર પડવાના છો કે નહીં.  ડેલી મેલના એક રિપોર્ટ પ્રમાણે, રોચેસ્ટર વિશ્વવિદ્યાલયના સંશોધકોએ 'હીટ મેપ'નો ઉપયોગ કરીને, પહેલેથી જ ન્યૂયૉર્કમાં ફ્લૂનાં વિસ્તારને ઓળખવાની શરૂઆત કરી દીધી છે. તેના ભાગરૂપે, એવા લોકો પાસેથી જાણકારી મેળવવામાં આવી રહીં છે, જેમણે બીમાર થવાની ફરિયાદ કરી હોય. વિશ્વવિદ્યાલયના એડા સડિલેક અને તેમની ટીમે, વર્ષ 2010માં એક મહિના સુધી, ન્યૂયૉર્કના 6 લાખ યૂઝર્સનાં 44 લાખ જીપીએસ ટેગ ટ્વિટનું વિશ્લેષણ કર્યું.  તેમણે પોતાનાં કમ્પ્યૂટરને તાલીમબદ્ધ કર્યા, જેનાથી તે સ્વસ્થ વ્યક્તિનાં ટ્વિટની અવગણના કરે અને અસ્વસ્થ વ્યક્તિઓને શોધી શકે.

છોડો પેટ્રોલ-ડિઝલની ચિંતા, આવી ગઇ પાણીથી ચાલતી કાર!

પાણીથી ચાલતી આ કારમાં પેટ્રોલ કરતાં પણ વધુ એવરેજ મેળવી શકાશે પાણીથી ચાલતી આ કારમાં પેટ્રોલ કરતાં પણ વધુ એવરેજ મેળવી શકાશે. પેટ્રોલની સતત વધતી કિંમતોની વચ્ચે હવે તમારી કાર પાણીથી ચાલી શકશે. તે પણ પાણીથી ચલાવીને તમે તમારી કારમાં પેટ્રોલથી વધુ એવરેજ મેળવી શકશો.  આ ચોંકાવનારી વાતને વાંચીને હવે તમે વિચારતા રહેશો કે આખરે એવું કંઇ રીતે શક્ય છે, પરંતુ જનાબ પાણીથી ચાલતી કારની શોધ થઇ ચૂકી છે. પાણીના ટીપાથી ફર્રાટા ભરવાનું આ કામ એક એન્જિનિયરની શોધનું પરિણામ છે. પાકિસ્તાનના એક એન્જિનિયર દ્વારા કરવામાં આવેલી શોધે દુનિયાભરમાં વાહ વાહ મેળવી છે. રજૂ છે આ શોધ પર એક ફોટો ફીચર -  પાણીની ટીપાંથી ફર્રાટા ભરવાનું આ કામ એક એન્જિનિયની શોધનું પરિણામ છે. પાણીથી ચલાવીને તમે તમારી કારમાં પેટ્રોલથી વધુ એવરેજ મેળવી શકશો. અહેમદને પૂરી સુરક્ષ અપાશે અને આ પ્રકારની કાર બનાવનારને તેમના ફોર્મ્યુલાને સુરક્ષિત રખાશે. અહેમદે પહેલાં શાહને પોતાની અનોખી શોધ અંગે કહ્યું હતું અને પછી તેને કેન્દ્રીય મંત્રીમંડળની પાસે લઇ જવામાં આવી. જ્યાં ઉપ-સમિતિ દ્વારા તેના પર વિચાર કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રદર્શન દરમ્...

ગ્રાફીનથી વધુ સારી કમ્પ્યૂટર ચિપ્સ તૈયાર થઈ શકશે

કાર્બનના એલોટ્રોપ ગ્રાફીનથી નેક્સ્ટ જનરેશન કમ્પ્યૂટર ચિપ્સ તૈયાર કરી શકાશે. માન્ચેસ્ટર યુનિવર્સિ‌ટીના સંશોધકોએ સાબિત કરી દીધું છે કે ગ્રાફીન શીટ્સથી અનોખી પ્રોપર્ટીઝવાળી અર્થાત અનોખા ગુણધર્મ ધરાવતી ઈલેક્ટ્રિકલ ડિવાઈસ બનાવી શકાશે. ગ્રાફીન(ગ્રેફાઈટ) કાર્બનનો એક પ્રકાર છે. તે વિશ્વનું સૌથી પાતળું પરંતુ સૌથી મજબૂત મટીરિયલ છે. તે વીજળીનું સારું એવું વાહક પણ છે.  વિજ્ઞાનીઓનું માનવું છે કે ગ્રાફીનના ઉપયોગથી દસ સ્તરની ઈલેક્ટ્રોનિક ડિવાઈસને પણ વધુ સારી બનાવી શકાય છે.

રાખડી સિવાય પણ આ ત્રણ કારણોથી ઉજવાય છે રક્ષાબંધન

રક્ષાબંધન શ્રાવણી પુનમના આવતો એક અનોખો તહેવાર છે. તે હિન્દુ ધર્મમાં અનેક રીતે મહત્વ ધરાવે છે. રક્ષાબંધનનું જેટલું રાષ્ટ્રીય મહત્વ છે, તેટલું જ પ્રાદેશિક અને સામાજિક મહત્વ છે. દરિયાઈ વિસ્તારોમાં તેને નારિયેળી પૂનમ તરીકે ઉજવાય છે. બ્રહ્મણો જનોઈ માટે ઉજવે છે. પુરાણમાં એક પત્નીએ પતિને પહેરાવી ચે રાખડી આવી રોચક વાતોને આપણે જાણીએ... દરિયાઈ પ્રદેશમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે વસતા દરિયાખેડુ આ દિવસને ‘નારિયેળી પૂનમ’ તરીકે ઉજવે છે. નારિયેળી પૂનમમાં દરિયાખેડુઓ દરિયાની પૂજા કરે છે. અહીંના લોકો દરિયાખેડ કરીને ટ્રાન્સપોર્ટેશન કે પછી માછલી ઉદ્યોગ પર નભે છે. દરિયાને તે ‘દરિયાલાલ’ કહીને સંબોધે છે. શ્રાવણ માસ પછી તે દરિયો ખેડવા માટે જાય તે પૂર્વે તે દરિયાની તથા તેની નાવની વિધિવત પૂજા કરી, સત્યનારાયણ અને જલદેવની પૂજા કરે છે. આ પૂજા પછી નારિયેળને ફૂલનો હાર પહેરાવી દરિયામાં પધરાવવામાં આવે છે. આ પછી બધા તહેવાર પત્યે સાગરખેડુ દરિયોમાં સફર કરે છે. તેનું વૈજ્ઞાનિક મહત્વ એવું છે કે પહેલાના સમયમાં સઢવાળા વહાણ હતા. તેને યોગ્ય દિશાના પવનની જરૂરત હોય છે. જે શ્રાવણની પૂનમ પછી બદલે છે. આ ઉપરાંત અરબસાગરમ...