Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

નાનાવિધ સલાડ

વેજીટેબલ સલાડ ડીપ સામગ્રી ઃ મેયોનીઝ- ૧ વાટકી, ગાજરની સ્લાઇસ - ૧૨ નંગ, કાકડીની સ્લાઇસ- ૧૨ નંગ, મીઠું- મરી - પ્રમાણસર, મરચાની સ્લાઇસ - ૧૨ નંગ, બાફેલા નાના બટેટા- ૧૨ નંગ, ટમેટાની સ્લાઇસ- ૧૨ નંગ, લીલી દ્રાક્ષ- ૧૨ નંગ, સલાડ ભાજી- ૧ ઝૂડી, દૂધી ૧ નંગ. રીત ઃ (૧) કાકડીને ધોઈને કાંટાથી ઉભા કાપા પાડો (લીસોટાની જેમ), પછી તેની સ્લાઇસ કરો તેથી કાંગરીવાળી સ્લાઇસ થશે. (૨) લીલી દ્રાક્ષ સિવાય બધા ઉપર મીઠું- મરી નાંખો, (૩) એક મોટી પ્લેટ લો. દૂધી નીચેથી પાંચ ઇંચ જેટલો પીસ કાપો, તેમાંથી ગર કાઢીને કપ બનાવો તેમાં મેયોનીઝ ભરીને પ્લેટમાં વચ્ચે મૂકો. (૪) પ્લેટમાં બાજુ પર અને વચ્ચે ટમેટાની સ્લાઇઝ ગોઠવો, તેના ઉપર કાંદાની સ્લાઇસ ગાજરની સ્લાઇસ, કાકડીની સ્લાઇસ મૂકો. (૫) બાફેલા બટેટાને ટુથપીક્સમાં ભરાવો તેના ઉપર કેપ્સીકમ અને મરચાની સ્લાઇસ તથા લીલી દ્રાક્ષ ભરાવો અને કાકડી પર ગોઠવો. (૬) સલાડની ભાજીમાં મીઠું- મરી નાખો અને આજુબાજુ ગોઠવો, (૭) સર્વ કરતી વખતે વચ્ચે ટુથ પીક્સ મૂકો જેથી મેયોનીઝમાં ડીપ કરીને (બોળીને) ખાવાના ઉપયોગમાં લઈ શકાય.* સ્પ્રાઉટેડ બીન્સ સલાડ સામગ્રી (૮ વ્યક્તિ) ઃ ફણગાવેલા ચણા ૨૦૦ ગ્રામ, ફણગાવેલા મ...

લેટેસ્ટ ટ્રેન્ડને મુંજબ ફેશનેબલ લૂક મિકસ મેચ કરીને ઓછા બજેટમાં પણ મેળવી શકાય છે નવો લુક

માનુની સુંદર અને આકર્ષક દેખાવા ઇચ્છતી હોય છે.આ માટે તેણે લેટેસ્ટ ફેશન ટ્રેન્ડને અનુસરવાનો હોય છે તથા પોતાના અંદાજને પણ થોડો બદલવાનો હોય છે.લેટેસ્ટ ફેશન ટ્રેન્ટને અનુસરવા માટે તેની જાણકારી હોવી જરૂરી છે અને તે મેળવ્યા બાદ જે તે ફેશન કે સ્ટાઇલ પોતાને કેટલી શોભશે તેનો વિચાર કરીને અપનાવવી જોઇએ.છેલ્લા થોડા સમયથી જમ્પ સૂટ ફેશનમાં હતા પણ હવે તેની સાથે ડંગરીજ પણ ફેશનમાં છે.૫૦ અને ૬૦ના દાયકાનો આ ટ્રેન્ડ નવેસરથી શરૂ થયો છે અને તે સુવિધાજનક હોવા સાથે સુંદર પણ દેખાય છે.આજકાલ સાડીના ડ્રેપીંગ પર ઘણા પ્રયોગ કરવામાં આવે છે અને કેટલીક ડિઝાઇનર સાડીને જેકેટ તથા બેલ્ટની સાથે પણ પહેરવામાં આવે છે. ભારે વર્ક કરેલા ડિટેચેબલ નેકલાઇન અને કફની પણ ફેશન વર્લ્ડમાં માગ વધી ગઇ છે.એને જયારે ઇચ્છા થાય ત્યારે નેકલાઇન કે સ્લીવ્સ સાથે જોડી શકાય છે.આ રીતે સામાન્ય ડ્રેસને પણ પાર્ટી લુક મળી જાય છે.હાલમાં ફ્રિલ્સ અને રફલ્સનો ઉપયોગ પ ણ વધી ગયો છે.ડ્રેસની બાંય,નેકલાઇને અને બટનલાઇન પર ઝુલ તથા લેસ લગાડવામાં આવે છે.ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવતાં લાંબા ફલોઇ કફતાન પણ ખૂબ સુંદર દેખાય છે. ટેલ હેમલાઇન ડ્રેસ એટલેકે એવો ઘેરદાર ડ્રેસ જે આગ...

અજમાવો.

' ઇસ્ત્રી પર પડેલા ડાઘાને દૂર કરવા ભીના કપડા પર બેકંિગ સોડા લગાડી ઇસ્ત્રી પર રગડવું. ' કાચના વાસણ પરથી ડાઘા દૂર કરવા બે લિટર પાણીમાં કોસ્ટિક સોડા નાખી આખી રાત વાસણ પલાળવા સવારે પાણીથી ધોઇ નાખવું. ' રસોડામાંથી મસાલાની ગંધ દૂૂર કરવા એક ડિશમાં થોડો વિનેગાર રાખવાથી તે ગંધ ચૂસી લેશે. ' સંધિવાથી રાહત મેળવવા લવંિગના તેલથી હળવે માલિશ કરવું. ' ઘરમાં સુશોભન માટે રાખેલાં મનીપ્લાન્ટમાં બરફ નાખવાથી તે ઝડપથી વધે છે તેમજ તાજો રહે છે. ' લાલ મરચું વાટતી વખતે તેમાં સહેજ સરસિયું ભેળવવાથી રંગ ઘેરો લાલ બને છે. ' સમોસા બનાવવાના મેંદાના લોટમાં થોડો કા્‌ર્નફ્‌લોર ભેળવવાથી પડ કડક થાય છે. ' લોખંડની છરી પરનો ેકાટ દૂર કરવા તેને થોડી વાર કાંદાના રસમાં ડૂબાડી રાખી પછી સાફ કરવું, ' લીંમડાના પાનનો રસ નિયમિત લેવાથી ડાયાબિટિસમાં ફાયદો થશે. ' પેટમાં આવતી ચૂંકથી રાહત પામવા ફૂદીનો તથા આદુનો ેરસ સંિધાલૂણ ભેળવી પીવું. ' સવારની કઢીને સાંજ સુધી તાજી રાખવા તેમાં એક ટેબલસ્પૂન લીંબુનો રસ ભેળવવો. ' રસોડામાં કામ કરતી વખતે છરી વાગી જતા...

દેશી-વિદેશી નુસખા

આપણા દેશમાં નાનીમોટી વ્યાધિ માટે ઘરેલું નુસખા ખાસ્સા પ્રચલિત છે. નાની-નાની માંદગીમાં તબીબ પાસે દોડી જવાને બદલે ‘દાદીમાના નુસખા’ના નામે જાણીતા ઇલાજ અપનાવીને ઘરમાં જ જે તે વ્યક્તિનો ઉપચાર કરી લેવામાં આવે છે. તેવી જ રીતે માનુનીઓ રસોડામાં રોજંિદા વપરાશમાં લેવાતી સામગ્રીમાંથી જ પોતાના સૌંદર્યને નિખારવાના નુસખા અજમાવી લે છે. પણ રખે માની લેતાં કે આ પરંપરા આપણા દેશમાં જ પ્રચલિત છે. દુનિયાભરના દેશોમાં ઘરેલું ઉપચાર પદ્ધતિ મોજૂદ છે. યુક્રેનની જ વાત કરીએ તો આ પ્રદેશ ઠંડો હોવાથી અહીં લોકોને ગળામાં બહુ જલદી ચેપ લાગી જાય છે. આપણે જે રીતે ગળું ખરાબ હોય ત્યારે મીઠાવાળા નવશેકા પાણીના કોગળા કરીએ છીએ, તેવી રીતે યુક્રેનમાં લોકો સાધારણ ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી સફેદ વિનેગર નાખીને તેના કોગળા કરે છે. વિનેગરમાં રહેલા એસ્ટ્રિંજનથી ગળું સાફ થાય છે અને તેમાં રહેલા જીવાણુંઓ નાશ પામે છે. જ્યારે મધથી ગળામાં થયેલો સોજો ઉતરે છે. પરસેવાની દુર્ગંધથી બચવા આજે આપણે ત્યાં ડિઓડરન્ટનો છૂટથી વપરાશ કરવામાં આવે છે. પરંતુ ઇટાલીની યુવતીઓ એક ચમચી બેકંિગ સોડાને પાણીમાં નાખીને આ પાણી પાંચ મિનિટ સુધી બગલમાં લગાવી રાખે છે. ત...

હર્બલ નાન

સામગ્રી મેંદો - ૨ વાટકી દૂધ - અડધી વાટકી બેકિંગ પાઉડર - અડધી ચમચી ખાંડ - અડધી ચમચી તેલ - ૧ ચમચી મીઠું - સ્વાદ મુજબ માખણ - જરૂર પ્રમાણે સમારેલી કોથમીર - થોડી તુલસી અને ફુદીનાના પાન રીત સૌપ્રથમ મેંદાને ચાળી લો. હવે તેમાં દહીં, તેલ, ખાંડ, કોથમીર, ફુદીના અને તુલસીના પાન બરાબર મિક્સ કરી દો. આ લોટને દૂધથી બાંધવો અને બે કલાક માટે રાખી મૂકો. હવે હથેળીને સહેજ ઘીવાળી કરી લોટમાંથી નાના નાના લૂઆ વાળી લો. હવે એને વણી લો. વણેલી નાનને ગરમ તંદુર અથવા ઓવનમાં બેક કરી લો. આ જ રીતે બધી નાન બનાવો. આ નાનને તમે કોઇ પણ શાક સાથે ખાઇ શકો છો.

પાપડ રોલ્સ

  સામગ્રી મોટા પાપડ - ૪ નંગ બટાકાં - ૨૫૦ ગ્રામ બારીક સમારેલી કોથમીર - ૨ ચમચા સમારેલાં લીલાં મરચાં - ૩-૪ નંગ બારીક સમારેલું આદું - નાનો ટુકડો મીઠું - સ્વાદ મુજબ મરચું - ૧ ચમચી આમચૂર - અડધી ચમચી ગરમ મસાલો - અડધી ચમચી તેલ - જરૂર પ્રમાણે રીત દરેક પાપડના બે ભાગ કરો. બટાકાંને બાફીને છોલી લો. તેમાં સમારેલી કોથમીર, લીલા મરચાં અને બધો મસાલો મિક્સ કરો. આ મિશ્રણના આઠ એક્સરખા ભાગ કરી તેને સહેજ લંબગોળ આકાર આપો. હવે એક થાળીમાં પાણી લઇ તેમાં પાપડના ટુકડાને બોળીને તરત જ કાઢી લો. આ પલળેલા પાપડને પ્લેટમાં ગોઠવી તેમાં બટાકાંનું મિશ્રણ મૂકી રોલ વાળી દો. બંને બાજુએથી કિનારીને બરાબર બંધ કરો. જરૂર લાગે તો થોડું પાણી લગાવો જેથી પાપડ ચોંટી જાય. આ રીતે બધા રોલ તૈયાર કરી તેલ ગરમ કરી તળી લો. લાલ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. તૈયાર થયેલા પાપડ રોલ્સને સોસ કે લીલી ચટણી સાથે ખાવ.

રોજનું એક કામ અપનાવી લો, STRESSને કહો બાય-બાય

લાંબા સમય સુધી સ્ટ્રેસનો સામનો કરવાથી મેન્ટલની સાથોસાથ ફિઝિકલ હેલ્થને પણ નુકસાન થાય છે. આવામાં એક્સરસાઇઝથી આમ મદદ મેળવી શકાય - અનેક એક્સરસાઇઝથી શરીરમાં ફિલ ગૂડ કેમિકલ સક્રિય કરવામાં મદદ મળે છે. એંડોફિઁસ નામનું આ કેમિકલ મૂડ સારો કરવાની સાથે જ સ્ટ્રેસ કન્ટ્રોલ કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. આવો જાણીએ આ અસરકારક એક્સરસાઇઝ વિશે. યોગ :  નિયમિત રીતે યોગ કરવાથી શરીર અને દિમાગને રાહત મળે છે. બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાથી દિમાગની ઉથલપાથલ શાંત થઈ જાય છે અને આપણને બેકારની ચિંતાઓથી મુક્તિ મળી જાય છે. વોકિંગ :  વ્યસ્ત લાઇફસ્ટાઇલ છતાંય શાંત જગ્યાએ વોકિંગ કરવા માટે સમય કાઢવામાં આવે તો એનાથી મૂડ સારો રહે છે. એટલું જ નહિ સ્ટ્રેસ પણ કન્ટ્રોલમાં રહે છે. ફોકસ કરવાની ક્ષમતા વધશે અને આખો દિવસ એનર્જી લેવલ પણ જળવાઈ રહેશે. ગાર્ડનિંગ:  આ એક એવી એક્ટિવિટી છે, જેનાથી સ્ટ્રેસ        શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે. એટલું જ નહિ એનાથી    પણ દૂર થઈ જાય છે. ખોદકામ, પ્લાન્ટ્સનું કિંટગ અને એમાં પાણી નાંખવાથી શરીરની જેટલી એનર્જી ખર્ચાય છે એટલી જ એનર્જી વોકિંગ, સાઇકલિંગ, સ્...