Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અજમાવી જુઓ

'રાતના સૂતી વખતે ગરમ પાણીમાં થોડું મીઠું નાખી પીવાથ ીકબજિયાતથી રાહત થાય છે. 'દોઢ થી બે તોલાભાર મેથી અથવા મેથી પાવડર પલાળીને લેવાથી વા મટે છે. 'હળદર અને ખાંડ એક એક ચમચી લઇ ફાકી મારવી. તેના પર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે. 'પા ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાતના લેવાથી કરમ મટે છે.તુલસીનો રસ ત્રણ ગ્રામ, આદુનો રસ ત્રણ ગ્રામ અન એક ચમચી મધ લેવાથી કફથી રાહત થાય છે. 'બાફેલા કાંદામાં મીઠું નાખી તેની પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું ફૂટી જાય છે. છાશ વડે મોં ધોવાથી ચહેરા પરના ખીલના ડાઘા તથા કાળાશ દૂર થાય છે. 'વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી. 'સફ...

તો આજથી તમે ફક્ત 35 રૂપિયામાં ખરીદી શકશો પેટ્રોલ!!

-આપણે પેટ્રોલ ખરીદીએ છીએ તેનો લગભગ 48 ટકા હિસ્સો જ તેની પડતર હોય છે પેટ્રોલની કિંમતોમાં વધારાની પાછળ સરકાર જરૂર બજારની સ્થિતિને કારણરૂપ ગણાવી રહી છે, પણ તેનું ખરૂં કારણ તો બીજું જ છે. કિંમતોમાં વધારો તો ખુદ સરકાર દ્વારા જ લગાવાયેલા ટેક્સથી થઇ રહ્યો છે. જો કે નાણા પ્રધાન પ્રણવ મુખર્જી આ વાતને નથી માનતા. તેમણે તાજેતરમાં જ સંસદમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેલ પર ટેક્સ નથી વસૂલતી, પણ રાજ્ય આ અંગે નિર્ણય લે છે. જ્યારે જાણકારો કેન્દ્ર સરકારને પણ ટેક્સ તરીકે તેનાથી લાભ થવાની વાત કરી રહ્યા છે. જો આ બધા ટેક્સ સંપૂર્ણપણે પૂરા કરી દેવાય તો આજથી જ તમે ફ્ક્ત 35 રૂપિયામાં પેટ્રોલ ખરીદી શકશો. જો કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ પર સંપૂર્ણપણે ટેક્સ હટાવી દે તો તેની કિંમતોમાં 35 રૂપિયાથી પણ વધુનો ઘટાડો થઇ જાય. જે કિંમતે આપણે પેટ્રોલ ખરીદીએ છીએ તેનો લગભગ 48 ટકા હિસ્સો જ તેની પડતર હોય છે. તે સિવાય બાકીના પૈસા સરકારના ખિસ્સામાં ટેક્સ સ્વરૂપે જાય છે. પેટ્રોલ પર 35 ટકા એક્સાઇઝ ડ્યુટી, 15 ટકા સેલ્સ ટેક્સ, 2 ટકા કસ્ટમ ડ્યુટી હોય છે. વેચાણ વેરાને ઘણા રાજ્યોમાં વેટ સ્વરૂપે વસૂલવામાં આવે છ...

કૂલ રાખશે ચોકલેટ ચિપ આઇસક્રીમ

Image
  ગરમીમાં કૂલ રાખશે ચોકલેટ ચિપ્સ સામગ્રી : દૂધ - અડધો લિટર કસ્ટર્ડ પાઉડર - ૨ ચમચા ક્રીમ - ૧ કપ ખાંડ - પોણો કપ ચોકલેટનું છીણ - ૧ કપ રીત : -એક તપેલીમાં દૂધ લઇ તેમાં કસ્ટર્ડ ઘોળીને ઉકળવા મૂકો. -તેમાં એક ઊભરો આવે એટલે પાંચેક મિનિટ ચમચાથી હલાવીને ઉકાળો. -ત્યાર બાદ તેમાં ખાંડ નાખીને હલાવો. -આઇસક્રીમ માટે કસ્ટર્ડનું મિશ્રણ તૈયાર છે. -આને સામાન્ય તાપમાને થોડી વાર રહેવા દીધા પછી ઠંડું થવા માટે બે કલાક માટે ફ્રીજમાં મૂકી દો. -એકદમ ઠંડું થઇ જાય એટલે તેમાં ક્રીમ અને એક ચમચો ચોકલેટનું છીણ નાખી સારી રીતે હલાવીને મિકસ કરો. -હવે આમાં બાકીનું ચોકલેટનું છીણ નાખીને એરટાઇટ કન્ટેનરમાં ભરી જામવા માટે ફ્રીઝરમાં મૂકી દો. ચાર-છ કલાકમાં તે તૈયાર થઇ જાય એટલે ચોકલેટ ચિપ્સ આઇસક્રીમનો સ્વાદ માણો.

તાજું ડાયેટ 'કેરીનું અથાણું'

Image
    ડાયેટ 'કેરીનું અથાણું' સામગ્રી 2 કાચી કેરી 2 ચમચી તેલ નાની ચમચી વાટેલું જીરું 4 ચમચી મેથીનો મસાલો મીઠું જરૂર પ્રમાણે રીત -કાચી કેરીને નાના ટુકડામાં સમારી તેમાં મીઠું ઉમેરી તેને 15-20 મિનીટ સુધી રહેવા દો -પછી તેનું પાણી કાઢી તેમાં મેથીનો મસાલો ઉમેરો -તેલ ગરમ કરી તેમાં હીંગ અને જીરાનો વઘાર કરો -બરાબર હલાવી પછી જરૂર પ્રમાણે મીઠું ઉમેરો -આ અથાણું તમે 15-20 દિવસ સુધી રાખી શકો છો. (કેરીની જગ્યાએ કાકડી, ટીડોળા,દ્રાક્ષ, કાબુલી ચણાનો પણ ઉપયોગ કરી શકો છો)

કુદરતના ખોળામાં છુપાયેલું છે સર્વસ્વ

પ્રકૃતિની દુનિયા સાથે મારો પ્રથમ પરિચય અત્યંત દુખદાયક હતો. વર્ષો પહેલાંની વાત છે. હું પાંચેક વર્ષનો હતો. અમારું ઘર જામનગર સ્ટેટમાં હતું. ઘરના ધાબે જવા માટે ગોળ વળાંકવાળી સીડી હતી, જેના નીચે એક મધપૂડો લાગેલો હતો, જેના પર મારું ધ્યાન ગયું હતું. એક દિવસ હું સીડીઓ નીચે ઊતરી રહ્યો હતો અને ભૂલથી એ મધપૂડો મારાથી તૂટી ગયો. ગુસ્સે ભરાયેલી મધમાખીઓનું એક ઝૂંડ મારા પર તૂટી પડ્યું અને મારા ચહેરા, હાથ અને પગમાં અસંખ્ય ડંખ મારી દીધા. હું મદદની બૂમો પાડતો-પાડતો નીચે ઉતર્યો. મારી આંખમાંથી અશ્રુની ધાર વહેતી હતી. સૌથી પહેલી મદદ મારા પિતાજી પાસેથી મળી, જેમણે મને ચૂપ કર્યો અને પોટેશિયમ પરમેગ્નેટ નાખેલા પાણીમાં નવડાવ્યો. બે દિવસ સુધી મને તાવ રહ્યો. ત્રીજા દિવસે ડરતા-ડરતા મેં ઘરની બહાર પગ મૂક્યો. મને ખબર પડી ગઈ હતી કે પ્રકૃતિનો અર્થ માત્ર ચકલીઓનું ચીંચીં અને ઝાકળથી ધોવાયેલાં ફૂલ જ નથી હોતો. પ્રકૃતિનો અર્થ માત્ર સુંદરતા અને શાંતિ જ નથી હોતો. પ્રકૃતિ ક્રુર પણ હોઈ શકે છે. મારી યાદશક્તિમાં પ્રકૃતિ સાથે જોડાયેલી પ્રારંભિક વસ્તુઓમાં આ દુખદાયક યાદ ઉપરાંત કેટલીક મનને શાંતિ આપતી યાદો પણ છે. તે છે દ...

શું જીવનમાં પ્રેમ કરતાં પૈસો વધારે મહત્વનો છે?

Image
  કેટલીક વાર યુવાનો અમુક યુવતી સાથે જ લગ્ન કરવાનો દુરાગ્રહ રાખે છે, જ્યારે યુવતીના મનમાં એના માટે સ્થાન ન પણ હોય. પ્રશ્ન : અમારા સંબંધીનો દીકરો ઘણા સમયથી મારી સાથે લગ્ન કરવાનું કહે છે. મેં ક્યારેય એને એ દ્રષ્ટિએ જોયો નથી. હું એની સાથે લગ્ન કરવા પણ તૈયાર નથી. મારે કેવી રીતે એને કહેવું? ઉત્તર : જો આ વાતની જાણ તમારા પરિવારમાં કોઇને હોય તો તેમને કહો કે તમે ક્યારેય આ બાબતે વિચાર્યું નથી. એટલું જ નહીં, એ યુવાનને પણ સમજાવો કે એની સાથે તમે આવા સંબંધ માટે તૈયાર નથી. પરિવારજનો તમારી વાત સમજશે અને એને ના કહી દેશે. પ્રશ્ન : મારી સગાઇના એક મહિના પછી એ યુવાન તરફથી ના કહી દેવામાં આવી. આથી મારા પરિવારની અને મારી સમાજમાં ઘણી વાતો થઇ. હવે આ વાતને લગભગ છ મહિના થવા આવ્યા પછી ફરી એ જ યુવાને મારી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી છે. મારે શું કરવું? ઉત્તર : જે યુવાને પહેલાં તમારી સાથે લગ્ન કરવાની ના ...

દુનિયાના આ છે સૌથી ખતરનાક એરપોર્ટ,જોતાવેંત વળશે પરસેવો

Image
દુનિયામાં એવી ઘણી ખતરનાક વસ્તુઓ હોય છે, ઘણાં લોકો આવી જગ્યાને માણવામાં આનંદ માણે છે તો ઘણાં લોકો આવી જગ્યાએથી દુર રહેવામાં પોતાની ભલાઇ માને છે, દુનિયામાં એવાં ઘણાં એરપોર્ટ છે જ્યાં લેન્ડિંગ કે ટેકઓફ એ પાયલોટ માટે પગે ચાલીને પહાડ સર કરવા જેટલો અઘરો રહે છે. કહેવાય છે કે કોઇપણ વિમાન માટે સૌથી અઘરો તબક્કો લેન્ડિંગનો હોય છે, જો એરપોર્ટ કે લેન્ડિંગ માટેની જગ્યા સરળ હોય તો વાંધો આવતો નથી પણ જોખમવાળા એરપોર્ટમાં લેન્ડિંગ કે ટેકઓફ અઘરૂં અને જોખમી બને છે. દુનિયાના આવા જ કેટલાક ખતરનાક એરપોર્ટને જુઓ તસવીરોમાં   Paro, Bhutan : હિમાલયની ઊંચી ટોચ પર આવેલું આ એરપોર્ટએ દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ છે જ્યાં લેન્ડિંગ- ટેકઓફ માટે આખી દુનિયામાંથી માત્ર 8 પાયલોટને સર્ટિફાઇડ કરાયા છે. ઊંચી ગિરિમાળા વચ્ચેથી આ એરપોર્ટ પર આવવું તે ઘણું જોખમી ગણાય છે.   Matekane, Lesotho : ઊંચી ગિરિમાળાની ટોચ પર આવેલા આ એરપોર્ટ પર વિમાન ટેક ઓફ થાય ત્યારે કઠણ કાળજું જોઇએ. 2,000 ફીટની ઊંચાઇએથી નીચે ઉતરવા માટે પણ એરક્રાફ્ટને ત્યાંની વાતાવરણની પરિસ્થિતિથી પળે-પળ માહિતગાર રહેવું પડે ...