Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બનાવો 'સેવ સ્ટફ પરોઠા'

Image
  બનાવો 'સેવ સ્ટફ પરોઠા' સામગ્રી: ૨ કપ ઘઉં નો લોટ ૨ ટેબ.સ્પૂન દહીં ૨ ટેબ.સ્પૂન તેલ મોવણ માટે સ્વાદ પ્રમાણે મીઠું તેલ કે બટર શેકવા માટે સ્ટફિંગ માટેની સામગ્રી: ૨ નંગ છીણેલી ડુંગળી ૧/૨ કપ ઝીણી સેવ ૧/૨ કપ રતલામી સેવ ૨ ટેબ.સ્પૂન કોથમીર ઝીણી સમારેલી રીત: -સૌ પ્રથમ ઘઉં ના લોટ માં મીઠું,દહીં અને તેલ નાખી પરોઠા નો લોટ બંધો.   -તને ભીના કપડાથી ઢાંકી ને થોડી વાર માટે મૂકી રાખો.   -હવે સ્ટફિંગ માટેની સામગ્રી ને ભેગી કરી લો.સેવમાં મીઠું હોવાથી મીઠા ની જરૂર નહિ પડે.   -સેવને હાથે થી થોડી ભૂકો કરી લો.   -હવે લોટ ના લુવા પાડી તેમાં થી બે સરખી સાઈઝ ના પરોઠા વણી લો   -એક પરોઠા ની ઉપર સ્ટફિંગ પાથરી તેનીપર બીજું પરોઠું મૂકી દો,અને આંગળી થી દબાવી દો.   -જરૂર લાગે તો પાણી વાળો હાથ કરવો.   -તૈયાર થયેલા પરોઠા ને તવી પર મૂકી તેલ કે બટર ની મદદ વડે ગોલ્ડન બ્રાઉન શેકી ગરમ ગરમ પરોઠા દહીં સાથે સર્વ કરો.

હવે ફોટોમાંથી વણજોયતા લોકોને Delete કરી શકશો

આપણા બધાની સાથે ઘણી વાર એવું બનતું હોય છે કે કયાંક ફરવા ગયા હોય અને સ્વજનનો ફોટો પાડતા હોઇએ ત્યારે બેકગ્રાઉન્ડમાં કેટલાક અજાણ્યા લોકો ફોટામાં ઝડપાઇ જતા હોય છે. આમ થવાથી એક સારા ફોટાનું સત્યાનાશ વળે છે, પરંતુ હવે આ અણગમતા લોકોને તમે ફોટામાંથી દૂર કરી શકશો. સ્માર્ટફોન હવે આવી જ નવી ક્રાંતિકારી ખૂબી સાથે હાજર છે. ટેકિનક શું છે : એન્ડ્રોયડ ફોન માટે બનાવેલું આ રિમૂવ એપ્પ સતત એક ક્રમમાં લેવાયેલા ફોટોગ્રાફનું આપમેળે વિશ્લેષણ કરે છે. ત્યારપછી ફોટાને યુઝર સમ ા એવી રીતે રજૂ કરે છે કે તે સહેલાઇથી તેને એડિટ કરી શકે. પ્રક્રિયા શું છે : એક ભીડભાડવાળા રસ્તા પર તમે મિત્રનો ફોટો પાડો.ત્યાર પછી ફોટો દૂર કરનાર રિમૂવ એપ્પ આપમેળે જ ફોટાના બેકગ્રાઉન્ડમાં દેખાતી વસ્તુ કે વ્યકિતની તરફ આંગળી ચીંધશે. આ એપ્પ યુઝરને મોકો આપશે કે તે તેની પસંદગી કરો અથવા તો તેને ફોટામાંથી દૂર કરે.પછી મનપસંદ લોકો અને ¼શ્ય સાથેનો ફોટો ફોનમાં સેવ થઇ જશે. હવે પછી શું : આ એપ્પ હાલમાં પ્રોટોટાઇપ સ્ટેજ પર છે. એનગેજેટ વેબસાઇટના જણાવ્યા અનુસાર આ સોફટવેરનો ઉપયોગ કરવામાં હજુ થોડી મુશ્કેલી પડે છે. આને આ મહિને યોજાનારી વલ્ર્...

હંમેશા સ્વસ્થ રહેવા માટે તમે આ એક કામ કરી શકો?

Image
  મે જાણો છો આપણા જીવનમાં પહેલુ સુખ શું છે? શાસ્ત્રો અને વિદ્વાનો અનુસાર પહેલુ સુખ નિરોગી કાયાને બદાવવામાં આવી છે. નિરોગી કાયાનો અર્થ છે સ્વસ્થ શરીર. જો કોઈ વ્યક્તિનું શરીર સ્વસ્થ નથી રહેતું તે દુનિયાનું કોઈપણ સુખ ભોગવી શકતો નથી. આપણા સમસ્ત સુખોનો આનંદ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે આપણુ શરીર સ્વસ્થ હોય. શાસ્ત્રો પ્રમાણે શરીરને બીમારીઓથી દૂર રાખવા માટે અનેક ઉપાય બતાવ્યા છે, આ ઉપાયોમાંથી એક છે વ્રત-ઉપવાસ. મોટાભાગની બીમારીઓ ખાન-પાનની વસ્તુઓ અને પેટ સાથે સંબંધિત હોય છે, આથી આ વાતોનું વિશેષ ધ્યાન આપવામાં જરૂર હોય છો. જો આપણું પાચન તંત્ર વ્યવસ્થિત અને સ્વસ્થ રહેશે તો ઘણી હદ સુધી આપણે બીમારીઓ ઉપર રોક લગાવી શકીશું. પાંચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે આપણે એક મહિનામાં ઓછામાં ઓછા બે વાર ખાધા વગર રહેવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખીને પ્રાચીન કાળથી જ વ્રત-ઉપવાસ રાખવાની પરંપરા બનાવવામાં આવી જેથી વ્યક્તિ વ્રત-ઉપવાસના નામ ઉપર શરીરના પાંચનતંત્રને આરામ આપી શકે. વ્રત-ઉપાવાસનું ધાર્મિક મહત્વ પણ છે. વ્રતનો અર્થ છે સંકલ્પ કે દ્રઢ નિશ્ચય તથા ઉપાવાસનો અર્થ ઈશ્વાર કે ઈષ્ટદેવની નજીક બેસવ...

પૈનાસોનિકે સૌપ્રથમ વોટરપ્રૂફ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Image
  - આ વખતે પેનાસોનિકે એલૂગા સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે - આ ફોનનો સ્ટેંડબાય ટાઇમ 300 કલાક અને ટોકટાઇમ 240 કલાક છે - આ સ્માર્ટફોન ને ફક્ત વોટરપ્રૂફ જ નહીં પણ ડસ્ટપ્રૂફ પણ છે સ્માર્ટફોન બજારમાં ફરી એકવખત ગરમી જોવા મળી રહી છે. મોબાઇલ કંપનીઓ એક-એકથી ચઢિયાતા સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરી રહ્યું છે. આ વખતે પેનાસોનિકે એલૂગા સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ એક અંડ્રોયડ આધઆરિત સ્માર્ટફોન છે. તેમાં એક ગીગા હર્ટ્ઝનો ઓએમપી 3340 પ્રોસેસર એક જીબીની રેમની સાથે લગાવેલો છે. તેમાં 4.3 ઇંચનો ઓએલઇડી ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 960X530 પિક્સલ છે. તમને જણાવી દઇએ કે આ મોબાઇલ ફક્ત 7.3 મિલીમીટર મોટો અને વજન માત્ર 103 ગ્રામ છે. તેનો મુખ્ય કેમેરા 8 મેગાપિક્સલનો છે. તેમાં 2.3.5 એંડ્રોયડ જિંજિરબોર્ડ લાગેલું છે. આ સ્માર્ટફોન ને ફક્ત વોટરપ્રૂફ જ નહીં પણ ડસ્ટપ્રૂફ પણ છે. આ મોબાઇલ પાણના 1.5 મીટર નીચે અડધો કલાક સુધી ખરાબ થયા વગર કામ કરી શકે છે. તેની બેટરી ઘણી શક્તિશાળી છે. જેનો સ્ટેંડબાય ટાઇમ 300 કલાક અને ટોકટાઇમ 240 કલાક છે.    

એક વખત લેશો અહીંની મુલાકાત, ક્યારેય નહીં ભુલી શકો..!

Image
  પ્રસિદ્ધ ધારાવાહિક જંગલ બુકના મોગલીને કોઈ ભૂલી શકે છે? આ એક એવું કેરેક્ટર હતું કે જેને બાળકો જ નહીં મોટેરાઓના દિલમાં ખાસ સ્થાન હતું. પણ શું આપને ખબર છે મોગલી રહેતો ક્યાં હતો? મધ્યપ્રદેશ સ્થિત કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, જી હાં, તેનો ઉલ્લેખ આ સિરીયલમાં કરવામાં આવ્યો નથી. પણ જંગલ બુક એશિયામાં વિખ્યાત કાન્હા રાષ્ટ્રિય ઉદ્યાનના એક છોકરાની રિઅલ સ્ટોરી પરથી પ્રેરિત છે. નોલેજ પેકેજ અંતર્ગત આજે અમે આપને આ ઉદ્યાન વિશે થોડી માહિતી આપીશું. મધ્યપ્રદેશ એક એવું રાજ્ય છે જે રાષ્ટ્રિય પાર્ક, જંગલ, ધાર્મિક સ્થળ અને પ્રાકૃતિના પ્રેમ એટલે કે ઝરણા અને હિલ સ્ટેશન માટે પ્રખ્યાત છે. પર્યટનની દ્રષ્ટિએ તો આ રાજ્યમાં એ બધુ જ હાજર છે જે એક વ્યક્તિને તેની રજાઓ ગાળવા જોઈએ. જો આપ રાષ્ટ્રીય ઉદ્યાનનો પ્લાન બનાવી રહ્યાં છો તો તે ખરાં રોમાંચથી કંઈ ઓછું નથી. કાન્હા રાષ્ટ્રિય ઉદ્યાન આપ માટે એક સારો વિકલ્પ બની શકે છે. ખઆ ભારત જ નહીં એશિયાના એક પ્રમુખ રાષ્ટ્રિય ઉદ્યાન છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા જ આપનું મન મોહી લેશે. કાન્હા જીવ જંતુઓના સંરક્ષણમાટે વિખ્યાત છે અહીં આપને પશુઓની વિભિન્ન પ્રજાતિયો આસાની...

જીવવી છે જક્કાસ જિંદગી તો જાણો, માણો અને અપનાવો

Image
  દરેક માણસમાં ગુણ અને દોષ હોય છે. આ ગુણ અને દોષ વિચાર, વ્યવહાર અને કર્મને નિયત કરો છો. પરંતું સાચું એ છે કે સુખી, શાંત તથા સફળ જીવનની ઈચ્છા વણતા વણતા વસ્ત્ર પૂરું થઈ જાય છે પણ ઈચ્છા પૂરી થતી નથી. શાસ્ત્રોમાં સજ્જન કે સાધુને પણ ગુણની ખાણ કહેવામાં આવે છે. આ જ નહીં પણ સજ્જનતાને કે સાધુતાને સફળ જીવનની તાકાત માનવામાં આવે છે. જે મોટાભાગે વ્યવહારિક જીવનમાં નબળાઈ માનવામાં આવી છે. અહીં કબીરજી એ આપણને આ વાત એક દોહાથી સમજાવી છે. सोना, सज्जन, साधु जन, टूट जुड़ै सौ बार। दुर्जन कुम्भ कुम्हार के, ऐके धका दरार ॥ કબીર કહે છે કે સાનું અને સજ્જન બમન્ને એક જેવા છે સોનું જેમ તપે તેમ ઘાટ ઘડાય છે અને તે વારંવાર તુટે છે પણ તેનું મુલ્ય ઓછું થતું નથી. એમજ સાધુ પણ સમાજના કેટલા વેણ કવેણ સાંભળે છે છત્તાં સાધુનું જીવન મુલ્યવાન થાય છે સાચું સમજાતા લોકો તેની મહત્તાને માને છે. તેનાથી વિપરિત દુર્જનો વિપરિત હાલતમાં ટકી શકતા નથી તે કુંભારના ઘડાની જેમ હોય છે એક ઠોકર વાગે ને ભાંગી જાય તેમ દુર્જનો પોતાનું અસત્ય લાંબું ટકાવી શકતા નથી. સંત કબીરની વાતનો સાર એ છે કે સારા ગુણો જીવનને તારી દેતા હોય...

આ મોબાઇલ કંપનીએ ભારતમાં બંધ કરી પોતાની સર્વિસ!

- 2જી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ એતિસલાતે ભારતમાંથી પોતાનો વેપાર સમેટી લીધો - કંપનીના ભારતમાં 17 લાખ ગ્રાહકો - દેશમાં 15 સર્કલોમાં પોતાની સર્વિસ, તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, પંજાબ, કર્ણાટક, કેરલ અને મહારાષ્ટ્ર સામેલ દેશમાં આ કંપનીના 17 લાખ ગ્રાહકોને જબરજસ્ત ઝાટકો લાગ્યો છે. કારણ કે આ વિદેશી કંપનીએ ભારતમાંથી પોતાના બિલ્ત્રા પોટલા સમેટી લીધા છે. અમે વાત કરી રહ્યા છીએ અરબ અમીરાતની એતિસલાત કંપનીની. 2જી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ એતિસલાતે ભારતમાંથી પોતાનો વેપાર બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. કંપનીના ભારતમાં 17 લાખ ગ્રાહકો છે. 2જી સ્પેક્ટ્રમ મામલામાં સુપ્રીમ કોર્ટે 122 લાઇસન્સ રદ કર્યા હતા. એતિસલાતનો એતિસલાત ડીબીમાં 45 ટકા હિસ્સો હતો. તમને જણાવી દઇએ કે આ મામલાથી અસર પામેલી અન્ય એક કંપની બહેરીન ટેલિકોમે પણ એસ ટેલમાં પોતાનો 42.7 ટકા હિસ્સો વેચીને ભારતમાંથી પોતાનો વેપાર બંધ કરી દીધો છે. એતિસલાત ડીબી કંપની દેશભરના 15 સર્કલોમાં પોતાની સર્વિસ આપી રહ્યું હતું. તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, પંજાબ, કર્ણાટક, કેરલ અને મહારાષ્ટ્ર સામેલ છે.