Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

હવે વાયર્સની ઝંઝટમાંથી મુક્તિ, આવી ગઈ વાયરલેસ બ્રેક સિસ્ટમ

Image
આ સિસ્ટમ બ્રેક મારવામાં ખાસ્સી હદ સુધી સફળ રહી છે જર્મન સાઇન્ટિસ્ટ હોલ્ગર હેરમન્સ કેબલ્સ અને વાયર્સમાંથી મુક્તિ મેળવવા માંગે છે. આથી તેમણે બાઇક્સ માટે વાયરલેસ બ્રેક સિસ્ટમ તૈયાર કરી છે. આ સિસ્ટમ બ્રેક મારવામાં ખાસ્સી હદ સુધી સફળ રહી છે. જર્મનીની સારલેન્ડ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાઇન્ટિસ્ટોએ આ બ્રેક તૈયાર કરી છે. તેમનું કહેવું છે કે તેનાથી કંટ્રોલ સિસ્ટમમાં ક્રાંતિ આવી જશે. તેમાં સવાર વ્યક્તિએ માત્ર સેન્સીટિવ હેન્ડલ ગ્રિપ જ દબાવવાની રહેશે અને આગળનું કામ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ દ્વારા ઓટોમેટિક જ થઈ જશે. હેન્ડલ જેટલું જોરથી દબાવવામાં આવશે, તેટલી જ જોરથી બ્રેક વાગશે. પ્રોફેસર હોલ્ગર જણાવે છે કે આ સિસ્ટમનો ઉપયોગ વિમાન, રેલવે અને કારખાનામાં પણ કરવામાં આવશે. હવે તેમની ટીમ આના કરતા પણ મોટા ઉપકરણો અજમાવવામાં લાગેલી છે.    

ઈન્ટરનેટ યુઝર્સને આ સમાચાર વાંચવાની મઝા આવશે!

Image
    આ ખુલાસાથી ભલભલા ઈન્ટરનેટ યુઝર્સ ચોંકી રહ્યા છે શું તમે જાણો છો કે ઈ-બુક ડાઉનલોડ કરવા પર ઈ-બુક રીડર કે કિન્ડલ જેવા ડિવાઇસનું વજન વધે છે? એ વાત અલગ છે કે તેનું વજન એટલુ બધુ મામૂલી હોય છે કે તેની ગણના લગભગ અશક્ય હોય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના કોમ્પ્યુટર સાયન્સ પ્રોફેસર જોન ડી. કુબિયાટોવિકનું કહેવુ છે કે સૈદ્ધાંતિક રીતે આ ડિવાઇસનું વજન વધવુ સંભવ છે. ન્યુયોર્ક ટાઇમ્સ પર તેમણે કહ્યુ હતું કે આનું વજન માત્ર એક એટોગ્રામ જેટલુ હોય છે. તમને બધા જ ઈન્ટરનેટ યુઝર્સને એ જાણવું રસપ્રદ લાગશે કે જો આખી દુનિયાના સમગ્ર ઈન્ટરનેટનું વજન કરવામાં આવે તો પણ તે માત્ર એક સ્ટ્રોબેરી જેટલું થશે.

વાત નવાઈની છે પણ ડોક્ટરનું કામ કરે છે, આ ડ્રાયફ્રૂટ્સ

Image
આપણા મનમાં મોટાભાગે પિસ્તા-બદામ તથા અખરોટ ખાવા માટે કેટલીક અવધારણાઓ ફેલાયેલી છે. જેમ કે તે ખૂનમાં કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લીસાઇડ વગેરે વધારી હૃદયરોગની સંભાવનાને વધારી છે, પણ એવું નથી. આ સૂકાયેલા ફળોના અનેક ફાયદા છે, તેનું ચોક્કસ માત્રામાં સેવન મસ્તિસ્ક માટે જ નહીં, પણ અનેક રોગોમાં બચાવ કરવાનું કામ કરે છે. હાલમાં જ એક શોધ કરવામાં આવી છે કે પિસ્તા-બદામ તથા અખરોટ ખાનાર મેટાબોલિક સિન્ડ્રોમથી પીડિત રોગીઓ, જેમાં હૃદય સાથે સંબંધિત રોગોમાં પ્રબળ સંભાવના હતી, તેને ઓછું થતા જોયું છે. પિસ્તા બદામ તથા અખરોટ ખનારાઓમાં સેરેટોનિન નામનું રસાયણનું સ્તર વધી જાય છે, જે તાંત્રિક સંવેદનાને લઈ જવાનું કામ કરે છે, પરિણામ સ્વરૂપ વ્યક્તિમાં ભૂખ મટી જાય છે, તથા એક ખુશનુમાન અહેસાસ હૃદય માટે ફાયદાકારક બને છે. બસ ધ્યાન રાખવું કે પિસ્તા બાદામ તથા અખરોટની નિયમિત માત્રા એક નિયમિત માત્રાથી વધુ ન હોવી જોઈએ. આ સંશોધન એ.સી.એસ.ના જર્નલ ઓફ પ્રોટીઓમ રિસર્ચમાં પ્રકાશિત થયું છે. યુનિવર્સિટી ઓફ બારસિલોનાના શોધકોએ માન્યું છે કે, વિશ્વમાં મેદસ્વીતાથી પીડિત રોગીઓનું વધવું, મેટાબોલિક સિન્ડ્રોમ સાથે સીધો સંબંધિત છે. જેમાં પેટની આસપાસન...

બનાવો 'રીંગણનું ભડથું'

Image
  3 વ્યક્તિઓ માટે ઘરે બનાવો સામગ્રી 1 મોટુ રીંગણ 1/2 કપ લીલા વટાણા 1 ઝીણી સમારેલી ડુંગળી 1 ઝીણુ સમારેલુ ટમેટુ 1 ઝીણુ સમારેલુ લીલું મરચું 1/2 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર 1/2 ટી સ્પૂન ગરમ મસાલો 1/4 ટી સ્પૂન હળદર 3 ટેબલસ્પૂન વેજીટેબલ તેલ મીઠું, સ્વાદ અનુસાર લીલા ધાણા, ઝીણા સમારેલા રીત: - રીંગણની છાલ પર તેલ લગાડીને તેને ગેસના બર્નર મધ્યમ આંચ પર શેકો. - તેને વારેવારે ફેરવતા રહો જેથી તે બધી બાજુથી શેકાઈ જાય. - તે શેકાઈ જાય પછી તેના પર ઠંડુ પાણી રેડીને તેની કાળી પડી ગયેલી શેકાયેલી છાલને દૂર કરો. - તેના ગરને સ્મેશ કરી નાંખો. - એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં લીલા મરચા અને ડુંગળી ઉમેરીને તેને મધ્યમ આંચ પર સાંતળો અને લાઈટ બ્રાઉન થવા દો. - તેમાં લાલ મરચાનો પાવડર, હળદર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને હલાવો. તેમાં ટમેટા ઉમેરો અને તેને પાકવા દો. - હવે તેમાં લીલા વટાણા અને સ્મેશ કરેલો રીંગણનો ગર ઉમેરીને બરાબર હલાવો. - 5-7 મિનીટ સુધી મધ્યમ આંચ પર પાકવા દો. - લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ રોટલા સાથે પીરસો રીંગણનો ઓળો

3 મહીનામાં 10 કિલો વજન ઓછુ કરી શકે છે ઓનલાઈન જિમ

Image
    જો આપની પાસે જિમ જવાનો ટાઈમ નથી તો કોઈ વાંધો નથી આપ ઘરે જ ઓનલાઈન જિમ જોઈન કરીને વજન ઓછુ કરી શકો છો. અમેરિકા સ્થિત ઈન્ડિયાના યુનિવર્સિટીના શોધકર્તાઓએ એક રિસર્ચ બાદ જણાવ્યું હતું કે, આ પ્રયોગમાં લોકોને બે જૂથમાં વ્હેચી દીધા હતાં. એક ગ્રુપને વજન ઘટાડવા 12 અઠવાડિયા સુધી દર 4 ક્લાક નિયમિત રૂપે જિમ એક્સરસાઈઝ કરાવવામાં આવી જ્યારે બીજા ગ્રુપે આટલો સમય ઓનલાઈન જિમનો ઉપયોગ કર્યો. તેનું નિષ્કર્ષ એમ આવ્યું હતું કે ઓનલાઈન જિમની સેવઓ લેનારા ગ્રુપનું વજન પણ ત્રણ મહિનામાં 10 કિલો ઘટ્યું હતું જ્યારે નિયમિત એક્સરસાઈઝ કરતાં ગ્રુપનું વજન પણ 10-12 કિલો ઘટ્યું હતું.

29 વર્ષથી રાતના અંધારામાં તે લંડનમાં અજવાળા પાથરે છે!

Image
આખુ શહેર સૂઈ જાય ત્યારે તે ચૂપચાપ પોતાનું કામ કરે છે લંડનના માર્ટિન કાઉલફિલ્ડને જોઈને લાગે છે કે તે વિક્ટોરિયા કાળના કર્મચારી છે. સેન્ટ્રલ લંડનની જૂની ઈમારતો પર લાગેલી ગેસ લાઇટ્સને પ્રકાશિત કરવાનું તેમનું કામ છે. રાતના અંધારામાં જ્યારે આખુ શહેર સૂઈ જાય છે, ત્યારે માર્ટિન ચૂપચાપ પોતાનું કામ કરે છે. અહીંયા હવે એવી માત્ર 1600 લાઇટ્સ બચેલી છે. લંડનના હાર્ટ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં લાઇટો લગાવવામાં આવેલી છે. 69 વર્ષીય બ્રિટિશ ગેસ એન્જીનીયર માર્ટિન 1982થી તેને પ્રકાશિત કરવામાં આવી રહી છે. વિસ્તારના પાલ મોલમાં સૌથી પહેલી આવી ગેસ લાઇટ્સ 1807માં લગાવવામાં આવી હતી. 2007માં તેના 200 વર્ષ પૂરા થવા પર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં માર્ટિન જેવા ગુમનામ નાયકોના સમર્પણને યાદ કરવામાં આવ્યુ હતું.                  

તુલસીવિવાહ-દેવદિવાળીનું સાચું મહત્વ

Image
    પ્રબોધિની એકાદશીને ગામડાના લોકો દેવઊઠી અગિયારશ કહે છે અને માને છે કે આ દિવસે ઉપવાસ કરનારનાં તમામ પાપનો નાશ થાય છે. તાત્પર્ય કે તંદુરસ્તીનો પાયો નખાય છે. હિન્દુઓને જાણે ગણેશચોથ, નવરાત્રિ, ધનતેરસ, દિવાળી એ બધા ઉત્સવથી ધરવ થતો નથી. પછી ભાઈબીજ આવે છે. તે તિથિએ પણ બહેનો ધર્મભાવનાથી ભાઈનું લાંબુ આયુષ્ય ભગવાન પાસે માગે છે. એ ભાઈબીજ ચાલી ગઈ આજે પણ અમારા સૌરાષ્ટ્રવાસીઓના સ્મરણમાં કવિ દામોદર બોટાદકરનું બહેને ગાયેલું ભાઈ માટેનું ગીત હૈયે છે. ‘આવી આવી વગડા વીંધી વેલ્ય જો, ઘૂઘરીએ ધમધમતા આવ્યા ઘોડલા, આજ ફળી અંતરની એકલ આશ જો, મીઠલડી માવડીએ આણાં મોકલ્યાં, વસમી લાગે ભવની લાંબી વાટ જો, મહિયરે મારગડે શીળી છાંયડી.’ એવા પિયરના વિરહના દિવસો વીતી ગયા છે. સેલફોનથી ભાઈની બહેન સેલફોન ધરાવતી માને કે ભાઈને દિવસમાં હવે અનેક વખત ફોન કરે છે તોય ધરાતી નથી. આ ભાઈબીજ પછી હવે કારતક સુદ ૧૧ આવશે. એક દિવાળીથી આપણને સંતોષ નથી એટલે એ કારતક સુદ ૧૧ને આપણે પ્રબોધિની એકાદશી કહીએ છીએ કે દેવઊઠી એકાદશી કહીએ છીએ. અને સૌરાષ્ટ્રમાં આ દિવસે દેવદિવાળી ઉજવાય છે, જ્યારે ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં કાર્તિકી પૂર્ણિમાના દિવસ...