Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

રિલાયન્સના ગ્રાહકોને 'ટ્રિપલ ધમાકા'ની ઓફર

Image
    - રિલાયન્સ કોમ્યુનિકેશન્સે પોતાના 3જી ગ્રાહકો માટે ઓફર કરી છે - તેના અંતર્ગત ગ્રાહક એકમાત્ર પ્લાનનો ખર્ચ કરી ત્રણ ગણાથી વધુ ડેટા ડાઉનલોડની સુવિધાનો લાભ ઉઠાવી શકશે - આ ઓફરની અંતર્ગત મિત્રો તથા કુટુંબોના સભ્યો પાસેથી ત્રણ ગણાથી વધુ સમય માટે જોડાઇ રહી શકાશે - આ ફેસ્ટિવલ ઓફર રિલાયન્સ કોમ્યુનિકેશન્સના 13 3જી સર્કલના 333 શહેરોમાં પોસ્ટપેડ અને પ્રીપેડ તમામ સર્વિસો માટે ઉપલબ્ધ છે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે પોતાના 3જી ગ્રાહકો માટે શુક્રવારે 'ટ્રિપલ ધમાકા' ઓફરની જાહેરાત કરી. તેના અંતર્ગત ગ્રાહક એકમાત્ર પ્લાનનો ખર્ચ કરી ત્રણ ગણાથી વધુ ડેટા ડાઉનલોડની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. તેના માટે તેમણે કોઇ વધુ કિંમત ચૂકવવી પડશે નહીં. કંપનીની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઓફરની અંતર્ગત મિત્રો તથા કુટુંબોના સભ્યો પાસેથી ત્રણ ગણાથી વધુ સમય માટે જોડાઇ રહી શકાશે. આ ઓફર 3જી ગ્રાહકોને કોઇપણ વધારાના ખર્ચ કર્યા વગર ત્રણ ગણું ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. આ ફેસ્ટિવલ ઓફર રિલાયન્સ કોમ્યુનિકેશન્સના 13 3જી સર્કલના 333 શહેરોમાં પોસ્ટપેડ અને પ્રીપેડ તમામ સર્વિસો માટે ઉપલબ્ધ છે....

આલુ બર્ગર

Image
  સામગ્રી: 4 બટાકા 1 ચીઝ સ્લાઈસ 4 નાની વેજીટેબલ કટલેટ મિક્સ્ડ વેજીટેબલ્સ રીત: 1. બટાકાની છાલ ઉતારી લો. 2. તેની પહોળાઈ મુજબ બે ભાગમાં કાપી લો. 3. તેને કાંટામા ભરાવીને તળી લો. 4. નીચેના ભાગ પર વેજીટેબલ, કટલેટ અને 1/4 ચીઝ ગોઠવી દો. 5. તેની પર બટાકાનો બીજો ભાગ ગોઠવી દો અને એક ટુથપીક ભરાવી દો. 6. એન્જોય

કેવી રીતે પસંદ કરશો સ્વાસ્થ્યવર્ધક આહાર?

Image
  મેદસ્વિતા વિશ્વમાં જાહેર સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બની ગઈ છે. ઘણી હેલ્થ સાઈટ્સ તમને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય મેળવવાના નુસખાઓ બતાવતી હોય છે. અહીં 6 સરળ ટિપ્સ આપેલી છે જે તમને સ્વાસ્થ્યવર્ધક આહાર પસંદ કરવામાં મદદ કરશે તો એને અનુસરો અને તમારા રોજના ભોજનમાં એનો સમાવેશ કરો. લીલા શાકભાજી તરફ વળો: અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર હોર્મોન-ફ્રી પ્રાણીજન્ય પ્રોટિનવાળો આહાર લો. લીલા શાકભાજી ઉત્તમ વિકલ્પ છે. કાર્બનિક ખોરાક એ ચોખ્ખો વિકલ્પ છે: પેસ્ટિસાઈડ્સ-ફ્રી પદાર્થોની જાણકારી મેળવીને તે જ ખાવાનો આગ્રહ રાખો. રંગીન આહાર વધુ લાભદાયી છે: તમારા આહારમાં મીઠું, ખાંડ અને લોટ જેવી સફેદ રંગોની વસ્તુઓને સ્થાને ફણગાવેલા આખા કઠોળ અને અનાજ ખાઓ. આહારના ઘટકોને જાણો: તમે કદાચ આહારમાં વપરાતા બધા જ ઘટકોના નામ બોલી શકતા હશો પણ જો તમને ખબર ન હોય કે એ શું છે તો એને ટાળો. હાનિકારક રસાયણો દ્વારા એલર્જી, કેન્સર અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થઈ શકે છે. સંપૂર્ણ આહાર ખાઓ: પ્રક્રિયા કરેલો ખોરાક ટાળો અને પ્રક્રિયા કર્યા વગરનો ખોરાક જેમ કે નટ્સ (ડ્રાય ફ્રૂટ્સ) ખાઓ, ખાસ કરીને જ્યારે તેલની વાત આવે.

બ્રેડ ઇડલી

Image
  નાસ્તામાં બનાવો બ્રેડ ઈડલી સામગ્રી : બ્રેડની સ્લાઇસ - ૬ નંગ બાફેલાં બટાકા - ૨ નંગ, સમારેલાં લીલા મરચાં - ૧ ચમચી, ધાણાનો પાઉડર - ૧ ચમચી, સમારેલી કોથમીર - ૧ ચમચો, જીરું, અડદની દાળ, રાઇ - ૧ ચમચી, દહીં - ૧ કપ, તેલ - ૨ ચમચા, મીઠું - સ્વાદ મુજબ રીત : -બટાકાને બાફી, છોલીને તેનો છુંદો કરી લો. તેમાં બારીક સમારેલાં લીલા મરચાં, કોથમીર, ધાણાનો પાઉડર અને મીઠું નાખી બરાબર મિકસ કરો. -દહીંને સહેજ વલોવી નાખો. એક પેનમાં અડધી ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું, રાઇ અને અડદની દાળનો વઘાર કરો -તેને વલોવેલા દહીંમાં રેડો. બ્રેડને વાટકી કે ગોળ ઢાંકણાની મદદથી ગોળાકાર કાપી લો. -તેની એક બાજુએ બટાકાનું મિશ્રણ લગાવો. બ્રેડના બીજા ભાગ પર બે ચમચી દહીંનું મિશ્રણ પાથરી દો અને ફ્રાઇંગ પેનને બે મિનિટ માટે ઢાંકીને રાખો. -લો તૈયાર છે ટેસ્ટી બ્રેડ ઇડલી

કુદરતની આ સ્તબ્ધ કરી દે તેવી કમાલ જોઈ સૌ કોઈ ચોંકી ગયા છે!

Image
    કુદરતની આ ચોંકાવી દે તેવી કમાલ જોઇને તમે શું કહેશો? યુપીના અલાહાબાદમાં એક એવુ ગામ છે, જ્યાં મોટા ભાગે જોડિયા બાળકો જ જન્મે છે. આશરે અઢીસો ઘરવાળા આ ગામમાં મોચા ભાગના બાળકો જોડિયા જ પેદા થાયછે. આ ગામમાં પાછલા 50 વર્ષમાં 108 જોડિયા બાળકોએ જન્મ લીધો છે. અલાહાબાદ જિલ્લાના ઘૂમનગંજ વિસ્તારના ઉમરી ગામમાં એક જોડિયા પિંટુનું કહેવુ છે કે અત્યારે તો આ ગામમાં જાનવરોના પણ જોડિયા બાળકો પેદા થવા લાગ્યા છે. તેમણે જણાવ્યું છે કે આ ગામની ખૂબીની તપાસ માટે હૈદરાબાદ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ અને મુંબઈ સુધીના વિશેષજ્ઞો આવી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ તારણ સામે આવી શક્યું નથી. બધા આને ઈશ્વરનો ચમત્કાર જ માને છે. લોહીના નમૂના વગેરે દ્વારા કરવામાં આવેલા પરિણામો પણ નિષ્ફળ ગયા છે. માનવામાં આવે છે કે 80 વર્ષ પહેલા આખુ આ ગામ જોડિયુ હતું. તે સમયે ગામમાં 16 જોડિયા હતા. આ પછી સતત 20 જોડિયા સંતાનો જન્મ્યા હતા. જેમાંથી બેના મોત થઈ ગયા હતા.

સંબંધોમાં સેક્સ સિવાય પણ જરૂરી છે ઘણું બધુ

Image
  *બેડરૂમ સિવાય પણ અન્ય કંઈ વિચારો- સૌથી પહેલાં તમારા સંબંધમાં આ બદલાવ લાવ કે સેક્સને એકબીજા પર થોપો નહીં એ તમારી ફરજ નથી. તેને માણો. એકબીજા પ્રત્યે પ્રેમ પણ દર્શાવો. એક બીજાને વધુમાં વધુ સમય આપો. એકમેકના કામમાં મદદ કરો. અને એકબીજાની રૂચિ અરૂચિ જરૂરિયાતનું પણ એટલું જ ધ્યાન રાખો. જેમકે સાથે બુક વાંચો, સનડે ઘરની સાફ-સફાઈ હળીમળીને કરો, જોડે લોન્ગ ડ્રાઈવ કે ફ્કત વિન્ડો શોપિંગ માટે જાઓ. આમ કરવાથી તમારો પ્રેમ મજબુત થશે. *પાર્ટનરની જરૂરિયાતને સમજો- સારા વ્યવહારિક જીવન માટે આવશ્યક છે કે તમે બન્ને એકબીજાની જરૂરિયાતને મહત્વ અને માન આપો. ક્યારેક ઘરમાં કામ વધારે હોય ત્યારે પત્નિ સાથે અંતરંગ સંબંધ બાંધવાની જીદ ન કરવી જોઈએ. તમારે તમારી પાર્ટનરના આરામ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. *ખુલીને ચર્ચાઓ કરો- આ વાત મહિલાઓને લાગૂ પડે છે. હમેશા પોતાનો પાર્ટનર જે કહે તે ન કરો પણ આપની ઈચ્છાઓ પણ તેને જણાવો. ફક્ત સેક્સ બાબતે જ નહીં તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યા કે ઘરની એવી વાતો જે આપ માનતા હોવ કે તેને કહેવી કે નહીં વિચારો નહીં પણ બધી જ વાતો ખૂલીને કરો. *ક્યારક ફક્ત ફોરપ્લેનો જ આનંદ ઉઠાવો- જરૂ...

તમારા રિલેશનમાં આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો

Image
    સાથીદાર સાથે પ્રેમ, લાગણી અને ઉષ્માથી વર્તવાથી ક્યારેક જો એકબીજા માટે મન ઊંચા થયાં હશે, તો પણ આ રીસામણા વધારે સમય નહીં ટકે. તમારી લાગણીને સાથી સમક્ષ વાચા આપો અને એમની લાગણીને સમજવાનો પ્રયત્ન કરો... સ્મિત એક એવી લાગણી છે જેના લીધે ગમે એવા વણસેલા સંબંધમાં પણ પરિવર્તન આવે છે અને ગમે એટલી તાણ કેમ ન હોય તે દૂર થઇ જાય છે. ભલે કદાચ તમે એકબીજા માટે સમય ન ફાળવી શકતાં હો, તો પણ એકબીજાને સ્મિતની આપ-લે તો કરી જ શકો છો. દાંપત્યસંબંધ હોય કે પ્રણયસંબંધ - તેને જાળવી રાખવા માટે કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો અત્યંત જરૂરી છે. ઘણી વાર આપણે જોઇએ છીએ કે પ્રેમીયુગલો તો ઠીક, પણ દાંપત્યજીવનમાં સારી સંવાદિતા હોવા છતાં પતિ-પત્ની વચ્ચે મતભેદ અને અબોલા થતાં વાર નથી લાગતી. પ્રેમીજનોને તો એકબીજાથી રીસાવા-મનાવાની મજા પણ ક્યારેક આવે છે, પણ દાંપત્યજીવનમાં જો એક વાર સાવ સામાન્ય કારણસર મન ઊંચા થઇ જાય તો પછી મનમેળ થતાં વાર લાગે છે. આનું કારણ ઘણી વાર દંપતીની અપેક્ષા કે તેમનાં વાણી-વર્તન જવાબદાર હોય છે. કેટલીક વાર પતિ એવું ઇચ્છે છે કે પત્ની પોતાની વાત માને અને પોતાને મનાવે, જ્યારે ઘણી વાર આવી જ આશા પત્ની ...