Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ચોંકશો નહીં, પાણીથી પણ સસ્તુ મળે છે પેટ્રોલ અહીં

Image
ભારતની જનતા એક બાજુ જ્યાં પેટ્રોલની વધતી કિંમતોથી ત્રાહીમામ પોકારી રહીં છે, ત્યાંજ બીજી બાજુ તમને એ જાણીને નવાઈ લાગશે તે એક એવો પણ દેશ છે જ્યાં આજે પણ પેટ્રોલની કિંમત માત્ર 71 પૈસા પ્રતિ લીટર છે. તમને જણાવી દઈએ કે વેનેજુએલા પેટ્રોલિયમ એક્સપોર્ટ દેશોનો એક સભ્ય દેશ છે, અને તેની જીડીપીનો મોટો ભાગ ક્રૂડ ઑઇલની નિકાસ માંથી આવે છે. - અહીંયા પેટ્રોલની ભારે પ્રમાણમાં પ્રાપ્તિ થઈ શકે છે અને તેની કોઈ અછત પણ નથી - આ દેશ પછી નંબર આવે છે સાઉદી અરબનો, જ્યાં પેટ્રોલની કિંમત 5.35 રૂપિયા પ્રતિ લીટર છે વેનેજુએલાની એક ત્રત્યાંસ જીડીપી ક્રૂ઼ડ ઑઇલ ઉપર નિર્ભર કરે છે અને તે લગભગ 80 ટકા ક્રૂડ ઑઇલની નિકાસ કરે છે. દુનિયામાં પેટ્રોલના ઉત્પાદનમાં જો તેને જોવામાં આવે તો આ દેશ દુનિયાના 5માં નંબરે આવે છે. અહીયા પેટ્રોલની ભારે પ્રમાણમાં પ્રાપ્તિ થઈ શકે છે અને તેની કોઈ અછત પણ નથી, ઉપરાંત ત્યાં દુનિયાનું સૌથી સસ્તુ ક્રૂડ ઑઇલ ઉપલબ્ધ થઈ રહે છે. આ દેશ પછી નંબર આવે છે સાઉદી અરબનો, જ્યાં પેટ્રોલની કિંમત 5.35 રૂપિયા પ્રતિ લીટર છે. સાઉદી અરબ પાસે દુનિયાના કુલ ક્રૂ઼ડ ઓઈલ ભંડારનો 25 ટકા રિઝર્વ ભંડાર ઉપલબ્ધ છે. ઉપરા...

સમગ્ર અસ્તિત્વને પ્રેમ કરવો

Image
મારી વહાલી પત્ની, હું તારા કોઇ નાનકડા શોખ માટે મરી જવાનું નહીં, પણ તારી સાથે આખી જિંદગી જીવી જવાનું પસંદ કરીશ. એક મહિલાએ પોતાના લગ્નજીવન વિશે ઇન્ટરનેટ પર લખ્યું છે: ‘મારા પતિ સાથે ત્રણ વર્ષના લગ્નજીવન અને તે પહેલાં અમારી વચ્ચેના બે વર્ષના સંબંધો પછી મને અમારા સંબંધોમાં ફૂગ વળી ગઇ હોય તેવો અનુભવ થવા લાગ્યો. હું બહુ જ લાગણીશીલ છું. જેવી રીતે કોઇ બાળક કેન્ડી માટે તલસે એમ હું મારા પતિ પાસેથી સતત રોમેન્ટિક અભિવ્યક્તિની અપેક્ષા રાખું છું. મારા પતિનો સ્વભાવ મારાથી સાવ જુદો છે. એને વાતેવાતે રોમેન્ટિક બનવું ગમતું નથી. એના દ્વારા પ્રેમની અભિવ્યક્તિ થતી ન હોવાથી મારું મન ખાટું થઇ ગયું હતું. મને ખાતરી થઇ ગઇ હતી એ હવે મને પ્રેમ કરતો નથી. એ વિશે હિજરાયા કરવાનો કશો અર્થ નહોતો. એથી એક દિવસ મેં એને જણાવી દીધું કે હું આવા શુષ્ક અને પ્રેમ વિનાના લગ્નજીવનનો અંત આણવા માંગું છું. એણે પૂછ્યું, ‘કેમ?’ મેં કહ્યું, ‘તું હવે મને જરા સરખો પણ પ્રેમ કરતો નથી.’ એણે કશી જ પ્રતિક્રિયા બતાવી નહીં. આખો દિવસ મૌન રહ્યો. એથી મને વધારે આઘાત લાગ્યો કે આ તે કેવો પુરુષ છે, જેને એની પત્નીની કશી જ પડી નથી. છેવટે એણે રાતે...

શરમ કર હવે તું પાકિસ્તાન....

Image
- લાદેનના મોત પછી પાકિસ્તાનની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી - પાકિસ્તાનમાં લાદેનના મોતનો મોટાપાયે વિરોધ - આઈએસઆઈના માથે પડી પસ્તાળ વિશ્વમાં છેલ્લા બે સપ્તાહથી સમાચાર માધ્યમોમાં કોઈ છવાયું હોય તો તે છે માત્ર અને માત્ર ઓસામા બિન લાદેન. લાદેન જીવતો હતો ત્યારે તેની જેટલી ચર્ચા ન થઈ તેટલી ચર્ચા તેના મર્યા પછી થઈ રહી છે. એક તરફ લાદેના મોત પર સવાલો ઉઠાવાઈ રહ્યા છે ત્યારે અમેરિકા પણ વારંવાર લાદેનને પતાવી દેવા હાથ ધરાયેલા ઓપરેશનમાં ખરેખર શું થયું હતું તે અંગેના પોતાના નિવેદનો અનેકવાર બદલી ચુક્યું છે. અમેરિકાના નેવી સીલ્સ કમાન્ડો દ્વારા ઓપરેશન ગેરોનીમોમાં ખરેખર શું બન્યું હતું તે અંગે સાચી માહિતી ક્યારે મળશે તે કદાચ આવનારા સમય પર જ નિર્ભર કરે છે. નવાઈની વાત એ છે કે લાદેન છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનમાં રહી રહ્યો હોવાનો અમેરિકા દાવો કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાન પોતે લાદેનની હાજરીથી અજાણ હોવાનું રટણ કરી રહ્યું છે. એક વાતતો નક્કી છે કે અમેરિકાએ પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારતા દુનિયાભરમાં પાકિસ્તાનની છબી ખરડાઈ છે. વળી, પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપી રહ્યું હોવાનું ભારત દ્વારા અવાર-નવાર...

“હવે વિશ્વના લોકો ગુજરાતને પોતાનું ઘર બનાવશે”

Image
ભરૂચના દહેજ સેઝમાં ડેન્માર્કની રોકસુલ-રોકવુલ કંપનીનું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ડેન્માર્કની રોકસુલ-રોકવુલ કંપનીનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતમાં વાઇબ્રન્ટ ઇકોનોમી પોલીસીને કારણે આવનારા દિવસોમાં વિશ્વના અનેક દેશોની કંપનીઓ ગુજરાતમાં હશે. મુખ્યમંત્રી મોદીએ ગુજરાતના લોકોની વેપારની સૂઝનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, વર્ષો અગાઉ ગુજરાતીઓ વેપાર-ધંધા માટે દરિયાપારના દેશોમાં જઇને વસ્યા હતા. એટલું જ નહીં ગુજરાતીઓએ વિશ્વને પોતાનું ઘર બનાવી દીધું હતું. પરંતુ હવે સમય બદલાયો છે. ગુજરાતમાં વેપાર-ધંધા, ઉદ્યોગની ખુલી રહેલી નવી ક્ષિતજિને કારણે વિશ્વની અનેક કંપનીઓ ગુજરાતમાં મૂડી રોકાણ કરી રહી છે. મુખ્યમંત્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, વર્ષો અગાઉ જેમ ગુજરાતીઓએ વેપાર-ધંધા માટે વિશ્વને પોતાનું ઘર બનાવ્યું હતું, હવે આગામી વર્ષોમાં વિશ્વના લોકો ગુજરાતને પોતાનું ઘર બનાવે એ દિવસો દૂર નથી.

પેટ્રોલમાં લિટરે ૫ R નો કમરતોડ વધારો

Image
- શનિવાર રાત્રિથી જ અમલ - પ્રજામાં તીવ્ર આક્રોશ - ડીઝલમાં  લિટરે  ૪, રાંધણ ગેસમાં સિલિન્ડર દીઠ  ૨૦-૨૫ના વધારાના સંકેત - કંપનીઓને  ૧૦નો ભાવવધારો જોઈએ છે - હજી વધુ ભાવવધારાની પૂરી શક્યતા - છેલ્લા આઠ મહિનામાં નવમી વખત ભાવવધારો ઝીંકાયો પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને સ્વાર્થ પૂરો થઈ ગયો તે સાથે જ યુપીએ સરકારે જનતાને ‘જોર કા ઝટકા જોર સે’ આપીને પેટ્રોલના ભાવમાં એક જ ઝાટકે લિટરદીઠ પાંચ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. અત્યાર સુધીમાં આટલો મોટો ભાવવધારો ક્યારેય ઝીંકાયો નથી. ભાવવધારો શનિવારે રાત્રિથી જ અમલી બની ગયો છે. એટલું જ નહીં, હજી પણ વધુ ભાવવધારો થાય તેવી શક્યતા છે. છેલ્લા આઠ મહિનામાં આ નવમી વખત પેટ્રોલના ભાવમાં વધારો પ્રજા પર ઝીંકવામાં આવ્યો છે. ભાવવધારાને કારણે લોકોમાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં લિટરદીઠ R ૪.૯૯થી લઈને R ૫.૦૧ સુધીનો વધારો કરી નાખ્યો છે. સરકારે ગયા વર્ષે જુનમાં પેટ્રોલના ભાવને અંકુશ મુક્ત કરી દીધા હતા, પરંતુ ચૂંટણીને કારણે આ ક...

ભાતભાતના ભાત ખાવાની ભાતભાતની રીત

Image
દુનિયામાં ઘણી જગ્યાએ ‘ફાસ્ટ ઈટિંગ’ની કોમ્પિટિશન યોજાય છે. જલદીથી જલદી વધુમાં વધુ કોણ ખાઈ શકે, એની સ્પર્ધા જોવા માટે લોકો ટોળે વળે છે. જોકે સ્પર્ધકો જે રીતે ખાય છે, ખરડાય છે એ જોયાં બાદ જોનારની ભૂખ થોડો સમય મરી જવાના પૂરેપૂરા ચાન્સિસ ખરા. ક્યારેક મામલો વધુ વકરે એવી શક્યતા પણ નકારી ન શકાય. અંગ્રેજીમાં હોરર સ્ટોરીઝ લખવામાં ભાગ્યે જ જેની તોલે કોઈ આવી શકે એ સ્ટિફન કિંગે આ ફાસ્ટ ઈટિંગના સબ્જેકટ પર એક જરા જુદા પ્રકારની હોરર સ્ટોરી લખી છે. એમાં કંઈ આવું બને છે... એક નાના શહેરમાં રહેતો જાડિયોપાડિયો છોકરો હંમેશાં બધાની મજાક, અપમાનનું ટાર્ગેટ બનતો રહે છે. બિચારો મનોમન સોસાયા કરે પણ છેવટે ગામઆખા પર બદલો લેવાનો ચાન્સ એને મળી જાય જ્યારે ત્યાં યોજાય એન્યુઅલ પાઈ-ઈટિંગ કોન્ટેસ્ટ! બીજા ખેરખાંઓની સાથે આ છોકરો બ્લ્યુ બેરી પાઈ ખાવાની હરીફાઈમાં ઊતરે ત્યારે પહેલાં તો બધાં એના પર હસે, પણ કોઈને ખબર ન હોય કે ટેસ્ટી પાઈ ખાતાં પહેલાં એ છોકરો ઘરેથી કંઈ ભળતુંસળતું ખાઈપીને આવેલો (એરંડિયા જેવું કંઈ, ચોક્કસ યાદ નથી). કોન્ટેસ્ટ અડધે પહોંચે, સ્પર્ધકો અકરાંતિયાની જેમ ખાઈ રહ્યા હોય ત્યાં આપણો આ હીરો મોઢું ખોલે, અન...

કોર્ન સોયા ટિક્કી

Image
કોર્ન સોયા ટિક્કી સામગ્રી: 3 બાફેલા બટાટા 1/2 કપ બાફેલા સોયાના દાણા 1 ટીસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર મીઠું સ્વાદ અનુસાર તળવા માટે તેલ પૂરણ માટે: 1/2 કપ નારિયેળ પીસેલું 1/2 બાફેલી મકાઈ 1 ટીસ્પૂન ખાંડ 1 ટીસ્પૂન લીંબુનો રસ 1/4 ટીસ્પૂન ગરમ મસાલો લીલા ધાણા થોડા મીઠું સ્વાદ અનુસાર