Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

રોમાંચક બનેલી ભારત-ઇંગ્લેન્ડ મેચમાં ટાઈ પડી

Image
- સચિન-સ્ટ્રાઉસની સદી એળે ગઈ એન્ડ્ર્યુ સ્ટ્રાઉસની કેપ્ટન્સ ઇનિંગ્સને કારણે અત્યંત રોમાંચક બનેલી ૨૦૧૧ના વર્લ્ડ કપની લીગ મેચ રવિવારે ટાઈમાં પરિણમી હતી. મેચમાં સચિન તેંડુલકરે (૧૨૦) તેની કારકિર્દીની વધુ એક યાદગાર ઇનિંગ્સ રમી હતી તો ઝહિર ખાને ભારત માટે મેચ જીવંત બનાવી દીધી હતી. ઝહિરે ઉપરાઉપરી બે બોલમાં સ્ટ્રાઉસ અને ઇયાન બેલની જામેલી જોડીને તોડીને ભારતને મેચમાં પરત ફરવામાં મદદ કરી હતી. બંને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો હતો. અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખઆતે રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ૪૯.૫ ઓવરમાં ૩૩૮ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૫૦ ઓવરમાં આઠ વિકેટના ભોગે ૩૩૮ રન કર્યા હતા. ઓપનર એન્ડ્ર્યુ સ્ટ્રાઉસે ઇંગ્લેન્ડ માટે આક્રમક શરૂઆત કરી હતી. કેવિન પીટરસન સાથે દસ ઓવરમાં ૬૮ રન ઉમેર્યા બાદ તેણે ઇયાન બેલ સાથે મળીને ત્રીજી વિકેટ માટે જંગી ભાગીદારી નોંધાવી હતી. ભારતના લગભગ તમામ બોલર સામે સ્ટ્રાઉસે આસાનીથી બેટિંગ કરી હતી અને ૧૫૮ રન ફટકાર્યા હતા. ઇયાન બેલે ૬૯ રન ફટકાર્યા હતા જ્યારે ઝહિર ખાને ત્રણ મહત્વની વિકેટ ખેરવી હતી. બાંગ્લાદેશ સામેની મેચ જેવા જ મૂડમાં વીરેન્દ્ર...

મહત્વાકાંક્ષાઓ પૂરી કરો, પણ આવી રીતે....

Image
મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દરેક સ્ટેજ પર જઈ, દરેક પ્રકારના ફંડા અપનાવી લક્ષ્ય પ્રાપ્ત કરવો તે આજના યુગમાં બોધ બની ગયો છે. મહત્વાકાંક્ષી પોતાના માર્ગમાં સંવેદના, પોતાનાપણું અને સંબંધોને અડચણ અને બોઝ માને છે. બસ, મારું કામ થઈ જાય. પછી બીજાને ભલે સીડી બનાવવા પડે. મારું વિચારેલું, મારું કરવામાં આવેલ કામ પૂરું થવું જોઈએ. નવા યુગના આ વિચારોના તડકામાં સૂકાઈ રહેલી પોતાનાપણાની ચાદરનો આજે રંગ ઉડી ગયો છે. મહત્વાકાંક્ષાની યાત્રામાં ત્રણ વાતો પોતાની અંદર ચોક્કસપણે યાદ રાખવી જોઈએ. પહેલી વાત પોતાનાપણુ, જેનાથી આપણે એક-બીજાને સારી રીતે જાણી શકીએ અને પોતાની અચ્છાઈઓનો લાભ ઊઠાવી શકીએ છીએ. બીજીવાત પરિપક્વતા, અર્થાત મેચ્યોરીટીથી કરવામાં આવેલ મહત્વાકાંક્ષાની યાત્રામાં આપણે બીજાની સંવેદનાને સમજી શકીએ છીએ અને પોતાના હિત, બીજાના હિત વચ્ચે સંતુલન બનાવી શકી છીએ. ત્રીજીવાત નવાપણું. અર્થાત નવી પદ્ધતિઓ નવા જમાના સાથે ચાલો. પરિવર્તનને કેચ કરો અને પોતાની મહત્વાકાંક્ષામાં શોષણ, ષડયંત્ર. નીંદા, સ્વાર્થથી બચો. મહત્વાકાંક્ષાની રેસમાં જીતતા લોકો અંતે પોતે એકલા પડી જાય છે. બીજાની સંવેદના, ભાવના સાથે જોડાવા ...

ભગવાનની અનમોલ ભેટ છે જીવન

Image
  ભગવાને મા ણસ જીવનના રૂપમા આપણને અનમોલ ભેટ આપી છે. તો આનો ફાયદો ઉઠાવો, આને નુક્શાન ન પહોંચાડવુ. પ્રતિસ્પર્ધીબી દોડમા સૌથી મોટુ નુક્શાન એ થયુ છે કે આપણી યુવા પેઢીનુ આત્મ બળ નબળુ પડી ગયુ છે.પુસ્તકના જ્ઞાનની હોળીમા દોડી રહેલા ભોગ અધ્યાત્મથી દુર થઈ ગયા. અહીંથી જ સિલસિલો શરૂ થયો છે આપણા આત્મબળના પતનનુ. સાચો ત્યાગ ત્યારે થાય છે જ્યારે તમે તે જાણી લો છો કે આપણુ કાંઈ અ નથી અને જ્યારે આ ભાવથી છુટી જઈએ છીએ ત્યારે ત્યાગ ઘટે છે. લોકો સંસાર છોડવાની વાત કરે છે પણ અંદર જોવામા આવે તો સંસાર આપણો જ છે આપણે ક્યાં તેને છોડીશુ. આને સમજી જઈશુ તો સંસરમા રહેવાની મજા જ બદલાઈ જશે. ગૌતમ બુદ્ધે એક સરસ વાત કરી છે. જેમ ભમરો વગર નુક્શાન પહોંચાડે તેનો રસ લઈ લે છે આવી જ રીતે અમારા મુનિગણ ગામમા ભિક્ષાટન કરવુ. વાત ઘણી જ સારી છે. જેમ ભમરો નુક્શાન વગર રસ લઈને ચાલ્યો જાય છે તેવી જ રીતે આપણે જીંદગીને વગર કોઇ નુક્શાન જીવી લઈએ. આ અહીંસાનુ ઉદાહરણ છે. આપણે રસતો લઈ શકીએ છીએ પણ કોઇને નુક્શાન પહોંચાડવાનો કોઇ અધિકાર નથી. અહિંસાનો આવો ભાવ જીવનમા આવતાની સાથે જ અશાંતિ ચાલી ગઈ. બુદ્ધ સમજાવી રહ્યા છે કે જીવન આપણને જે પણ રસ આપે ...
Image
  ઈચ્છે તો બધા જ છે, પણ આજે કેટલા લોકનું દામપત્ય જીવન ભવ્ય હોય છે? કોઈપણ પરિવાર, કોઈપણ ગૃહસ્થી ત્યારે જ શાંત, આનંદમય રહેશે જ્યારે તેના પરિવારમાં આપસી પ્રેમભાવ હોય. પ્રેમ તો એવી ક્ષિતિજ છે જેનાથી પરમાત્માની ઝલક જોવા મળે છે. એટલે પરિવારને પ્રેમ ઉપર ઊભો કરવો જોઈએ. પ્રેમ પરમાત્માની વ્યવસ્થા છે અને લગ્ન માણસનો પ્રબંધ છે. આપણે આપણા પ્રયત્નથી લગ્ન કરી લઈએ અને પછી પરિવારને પરમાત્માને સોપીએ તો પ્રેમનો જન્મ થાય છે. જે કુટુંબોમાં પ્રેમ ગાયબ થઈ ગયો હોય તે કુટુંબના માણસો વિકૃત, અધાર્મિક અને હિંસક બની જાય છે. એવા પરિવાર અધર્મ તથા અશાંતિનો અડ્ડો બની જાય છે. જ્યારે પરિવારમાંથી પ્રેમ ગાયબ થઈ જાય, ત્યારે આપણે જેને ગૃહસ્થી કહીએ છીએ, તેમાં સંઘર્ષ, કલેહ, દ્વેષ, ઇર્ષા અને ઉપદ્રવનો પ્રવેશ થઈ જાય છે. એટલે પરિવારના કેન્દ્રમાં પરમાત્મા હોવો જોઈએ. પરંતુ આજે કેન્દ્રમાં છે નિજી સ્વાર્થ, અહંકાર, હું મોટો, તૂ નાનો જેવા ભાવો. તેના પરિણામે એવું થઈ રહ્યું છે કે, પરિવારના સભ્યો પ્રેમના ભૂખ્યા રહી જાય છે અ...

સફળતા જોઈએ છે? લક્ષ્ય ઉપર આ રીતે ફોકસ કરો...

જેમનું લક્ષ્ય સ્પષ્ટ હોય તે લોકો એ પણ જાણતા હોય છે કે તેમના આ લક્ષ્ય સુધી પહોંચવામાં કોણ-કોણ મદદ કરશે. બજારની દુનિયામાં વેપારીઓ ફોકસ ગ્રૂપને ટાર્ગેટ કરે છે. એવી જ રીતે અધ્યાત્મિક દુનિયામાં પણ સિદ્ધ-બુદ્ધ લોકોએ એવા જ પ્રયોગ કર્યા હતા અને આજે પણ કરે છે. રામ-કૃષ્ણ અવતારોથી લઈને મહાવીર, બુદ્ધ, મોહમ્મદ, ઈસા, નાનક સુધી બધાએ આવા જ પ્રયોગ કર્યા હતા. આ બધા અવતારોએ ચોક્કસ ફોકસ રાખ્યું, જે તેમના હેતુઓને પરિપૂર્ણ કરી શકતા હતા અને તેમના સહાયક બની શકતા હતા. માત્ર એક ઉદાહરણથી સમજીએ તો... પાંડવો જ કૃષ્ણના ભરોસે ન હતા. કૃષ્ણએ પણ પાંડવોને પોતાના લક્ષ્ય પૂર્તિ માટે પસંદ કર્યા હતા. આ સિદ્ધ પુરુષો એ વાત ઉપર ધ્યાન આપે છે કે તેમની પહેલા(ભૂતકાળમાં) થયેલા શ્રેષ્ઠ વ્યક્તિઓ અને શાસ્ત્રોએ કયાં ક્યાં સન્માર્ગ બતાવ્યા હતા, જે આજે તેમના ફોકસ ગ્રૂપના લોકો ચૂકી રહ્યા છે. અને પછી ફરીથી તેઓ પ્રયાસ કરે છે કે લોકોને શ્રેષ્ઠ જીવન પદ્ધતિનો લાભ મળે. પોતાના ફોકસ ગ્રૂપના લોકોને સિદ્ધ પુરુષ સંસ્કારિત પણ કરે છે. હવે તેની ઉપર વિચાર કરો કે દરેક યુગમાં એવા સિદ્ધ લોકો અવતરે છે, નામ, રૂપ, પરિવેશ અને પદ્ધતિ બદલીને. આજે પણ ...

પુરુષને ખરાં અર્થમાં, મર્દ બનાવતી 8 ખાસિયતો

Image
આપણે મોટાભાગે આપણી આસપાસ અનેક પુરુષોને જોઈએ છીએ જેમને પોતાની યોગ્યતા અને તાકાતની બળે સફળતા પ્રાપ્ત થઈ ન હોય. વ્યવહારિક રીતે તેના અનેક કારણ હોઈ શકે છે. જેમાં સ્થિતિ, સમય, સુવિધા અને પ્રયત્નો પણ મહત્વના હોય છે. પરંતુ ધર્મની દ્રષ્ટિએ આ બાબતે વિચાર કરીએ તો કોઈ પુરુષની પ્રગતિ અને સફળતામાં કેટલીક મહત્વની ખાસિયતો નિર્ણયક હોય છે. હિન્દુધર્મ ગ્રંથ મહાભારતમાં અનેક વીર અને અસાધારણ પુરુષ પાત્રો વિશે લખવામાં આવ્યું છે. આ મહાગ્રંથ પ્રમાણે પુરુષમાં કેટલાક ખાસ ગુણો હોય છે જે તેને હંમેશા સન્માન અને ઊંચા પદનો હક્કદાર બનાવે છે. જાણો આવા પુરુષના આઠ ગુણોને જે તેને ખરા અર્થમાં મર્દ બનાવે છે... બુદ્ધિઃ- બુદ્ધિમાની અર્થાત્ અકલમંદ પુરુષને કોઈપણ ખરાબ સમય કે સમસ્યાઓમાંથી બહાર આવીને સફળતા અને યશ આપનારી હોય છે. દમઃ- તાકત, હિંમત, જોશ અને ઉત્સાહ કોઈપણ લક્ષ્યને ભેદવામાં નિર્ણાયક હોય છે. કુલીન- પુરુષનું સારા કુળનું હોવું અને તેના સારાં સંસ્કાર, આચરણ, કર્મ અને વિચાર તેનું માન વધારે છે. જ્ઞાનીઃ- પુરુષનું જ્ઞાની અર્થાત્ શિક્ષિત અને જાણકાર હોવું, ખાસ કરીને શાસ્ત્રોની શિક્ષા તથા તેની વ્યવહારિક સમજ પુરુષને પ્રત...

ન્યૂયોર્ક-ન્યૂજર્સીના ધોરણે રાજ્યના ૧૦ શહેર ટ્વીન સિટી બનશે

- અનાજના ઉત્પાદનમાં ઘટાડો: ફળો, શાકભાજી, ફુલમાં વધારો - ન્યૂયોર્ક-ન્યૂજર્સીના ધોરણે રાજ્યના ૧૦ શહેરો ટ્વીન સિટીમાં ફેરવાશે - ગુજરાતમાં વાહનોની સંખ્યા વધીને ૧.૨૨ કરોડ: ૫૬૦૦૦ કાર વધી ખેતીપ્રધાન ગુજરાતમાં અનાજ અને તેલિબીયાંનું ઉત્પાદન ઘટયું છે પણ કપાસ તેમજ બાગાયતમાં વધારો નોંધાયો છે. અનાજનું ઉત્પાદન અગાઉના વર્ષના ૬૩.૪૫ લાખ ટનની સામે ૫૬.૦૫ ટન થયું છે જે ૧૧.૬૬ ટકાનો ઘટાડો સૂચવે છે. એવી જ રીતે તેલિબીયાંના ઉત્પાદનના આંકડા અનુક્રમે ૩૯.૩૨ લાખ ટન અને ૩૦.૧૧ લાખ ટન રહ્યું છે. આ ક્ષેત્રમાં ૨૩.૪૫ ટકાનો ઘટાડો છે. ગુજરાતની સામાજીક અને આર્થિક સમીક્ષા-૨૦૧૦-૧૧ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કપાસના ઉત્પાદનમાં ખૂબ તેજી છે. અગાઉના વર્ષની ૭૦.૧૪ લાખ ગાંસડી સામે ૭૪.૦૧ લાખ ગાંસડી થયું છે. જો કે ચાલુ વર્ષમાં ગાંસડીની સંખ્યા ૧૦૦ લાખને વટાવી રહી છે. રાજ્યમાં બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. ૨૦૧૦-૧૧માં ફળોનું ૭૮.૪૦ લાખ ટન, શાકભાજીનું ૭૩.૫૯ લાખ ટન, મસાલા પાકોનું ૯.૫૧ લાખ ટન અને ફુલોનું ઉત્પાદન ૧.૦૦ લાખ ટન અંદાજવામાં આવ્યું છે જે અગાઉના વર્ષની સરખામણીએ ઘણું વધારે છે. તાજેતરમાં ભારત સરકારની રાષ્ટ્રીય ...