Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

‘મમ્મી, મને તારી એક જ વાત પર શરમ આવે છે’

હવે છોકરીઓને પોતાની મમ્મીઓની ડ્રેસિંગ સ્ટાઇલ પર શરમાવુ પડી રહ્યું છે કેટલાંક સમય પહેલા બધી મમ્મીઓ દીકરીઓને ડ્રેસિંગ સ્ટાઇલ માટે ટિપ્સ આપતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે મોટા ભાગને પોતાની માની ડ્રેસિંગ સ્ટાઇલ પર શરમ આવવા લાગી છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં 20 ટકા યુવતીઓને જ તેમની મમ્મી ફેશનેબૂલ લાગે છે. 25 ટકાને પોતાની મમ્મીની ડ્રેસિંગ સ્ટાઇલ ઠીક ઠીક લાગે છે. આ સર્વે માયવાઉચર ડોટ કો ડોટ યુકે નામની ડિસ્કાઉન્ટ વેબસાઇટ તરફથી કરાવવામાં આવ્યો હતો. એક ચતુર્થાંશ યુવતીઓએ જણાવ્યા અનુસાર તેમની મમ્મીઓ જરૂર કરતા વધારે ઢીલા કપડાં પહેરે છે.બે તૃતિયાંશ યુવતીઓએ પોતાની મમ્મીની ડ્રેસિંગ સ્ટાઇલ સામે નારાજગી જાહેર કરી હતી. તેમનું એવું સૂચન હતું કે મમ્મીઓએ બ્રાન્ડેડ દુકાનમાંથી જ ખરીદી કરવી જોઇએ.

17 વર્ષની અમેરિકન યુવતી માઉન્ટ એવરેસ્ટ સર કરશે!

Image
બ્રાયના 23 માર્ચના રોજ માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ શરૂ કરશે આશરે બે વર્ષ પહેલા 19,341 ફૂટ ઊંચા આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલિમંઝારોનું સફળતાપૂર્વક ચઢાણ કર્યા બાદ 17 વર્ષીય બ્રાયના અમેરિકાની સૌથી નાની ઉંમરની યુવતી છે, જેણે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું નક્કી કર્યું છે. બ્રાયનાના પિતા એક અનુભવી પર્વતા રોહક છે. તેમણે કેટલાંય સફળ અભિયાનોની સાથે 3 વખત કિલિમંઝારોનું ચઢાણ પૂરુ કર્યું છે. બ્રાયના 23 માર્ચના રોજ માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ શરૂ કરશે. એ પહેલા બ્રાયના દુનિયાના અન્ય કેટલાક શિખરો સર કરશે, જેથી એવરેસ્ટનું ચઢાણ કરવું અઘરુ ન પડે.26 જાન્યુઆરીએ બ્રાયનાએ દક્ષિમ અમેરિકાના સૌથી ઊંચા શિખર અકોંકાગુઆ (22,841 ફૂટ)નું ચઢાણ શરૂ કર્યું છે. અકોંકાગુઆ એશિયાની બહાર દુનિયાનું સૌથી ઊંચુ શિખર છે. આ માટે બ્રાયનાએ સેમિસ્ટરમાંથી ઓફ લીધો છે. તે જણાવે છે કે પર્વતારોહણ પ્રત્યે તેનો પ્રેમ બાળપણથી જ છે. આ બધું જ તેના પિતાના પ્રયત્નોનું પરિણામ છે. માઉન્ટ એવરેસ્ટના ચઢાણમાં સફળતા મળ્યા પછી તે સેવન સમિટ પૂરુ કરવાની ઈચ્છા રાખે છે.

આ શિલાને આજ સુધી કોઈ ઊંચકી શક્યુ નથી

પૂર્વ ટેલીવિઝન ગ્લેડિએટર ડેરેક બોયરે એ કારનામુ કરી બતાવ્યું છે, જે આ સુધી દુનિયાની કોઈ વ્યક્તિ કરી શકી નથી. તાજેતરમાં જ લિસ્મોરમાં આયોજિત એક સમારોહમાં તેમણે 760 કિલોની એક શિલા ઊંચકી બતાવી છે. આ સાથે જ તેમણે દુનિયાની સૌથી ભારે શિલા ઊંચકવાનો વિશ્વ વિક્રમ સ્થાપિત કરી બતાવ્યો છે. બોયરે દુનિયાની સૌથી ભારે 760 કિલોની શિલાને ઉપાડી જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ગિનિઝ બુકે તેમના આ રેર્કોર્ડને માન્યતા આપી છે કે નહીં. આ સાથે જ તેમના નામે એક વધુ રેકોર્ડ નોંધાઈ શકે છે. તેમના નામે ઓસ્ટ્રેલિયામાં સૌથી ભારે વસ્તુ ઉપાડવાનો પણ કીર્તિમાન સ્થાપિત થઈ શકે છે.

ICICI ગુજરાતમાં નવી 2 હજાર બ્રાન્ચ ખોલશેઃ ચંદા કોચર

આઈસીઆઈસીઆઈ બેન્કનાં વડાં ચંદા કોચરે આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં જણાવ્યું હતું કે, તેમની બેન્ક ગુજરાતમાં આગામી સમયમાં 2000 નવી બ્રાન્ચ શરુ કરશે. તેમણે જણાવ્યું હતું કે, આઈસીઆઈસીઆઈ બેન્ક ગુજરાતમાં 1 મિલિયન ગ્રાહકના લક્ષ્યાંકને પાર કરશે. બેન્ક ફાયનાન્સિયસ ક્ષેત્ર માટેના એમઓયુ પણ આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

હવે કેનેડાનો પણ ગુજરાતમાં રસ વધ્યો

આ વખતે વાયબ્રન્ટ ગુજરાત 2011માં પાર્ટનર કન્ટ્રી તરીકે કેનેડા હતું અમેરિકા સહિતના દેશ તો ગુજરાતમાં રસ ધરાવતા જ હતા પણ હવે કેનેડાએ પણ ગુજરાતમાં પોતાનો રસ વધાર્યો છે. તાજેતરમાં સંપન્ન થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2011માં પાર્ટનર કન્ટ્રી તરીકે કેનેડા હતું. કેનેડાએ પણ ગ્લોબલ બીઝનેસ હબ તરીકે ગુજરાતના દરજ્જાને આ સાથે સ્વીકારી લીધું છે. નોંધનીય છે કે કેનેડા તરફથી આ સમિટમાં ઉપસ્થિત રહેલા રાજદ્વારી અને વ્યાપારી પ્રતિનિધિમંડળે ગુજરાતમાં ઓટોમોટિવ અને ક્લિન ટેકનોલોજી સેકટર માટે રોકાણ કરવા તરફ ધ્યાન આપ્યું હતું. કેનેડાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, કેનેડા ભારતમાં તો વ્યાપક પ્રમાણમાં રોકાણ કરવા આયોજન કરી રહ્યું છે પણ તે સાથે ખાસ કરીને ગુજરાત જેવા ઝડપથી વિકાસ કરી રહેલા રાજ્યમાં પણ રોકાણ કરવા માટે ખાસ ધ્યાન આપી રહ્યું છે.

કેનેડા ઇન્વેસ્ટ માટે બેસ્ટ કન્ટ્રી : સ્ટુઅર્ટ બેક

‘કેનેડા ઇન્વેસ્ટ કરવા, રહેવા તથા કામ કરવા માટે એક બેસ્ટ કન્ટ્રી છે,’ તેમ ઇન્વેસ્ટ ઇન કેનેડા વિષયના સેમિનારમાં ભારત ખાતેના કેનેડાના હાઇ કમિશનર સ્ટુઅર્ટ બેકે જણાવ્યુ હતું બેકે કેનેડામાં ઇન્વેસ્ટ કરવા અંગેના ફાયદા જણાવી, ઇન્વેસ્ટર્સને મળતી રાહતો અંગેનો ચિતાર આપ્યો હતો. ઓન્ટારિયો બાયોઓટો કાઉન્સિલનાં પ્રેસિડેન્ટ અનેસીઇઓ ક્રેગ ક્રુફોર્ડ, કેનેડિયન સોલર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ ડાયરેકટર એલિઝાબેથ મેકડોનાલ્ડ તથા કેનેડિયન ટેક્સ સર્વિસના મેનેજિંગ ડાયરેકટર ક્રિસ રોબર્ગે પેનલ ડિસ્કશનમાં નવા બિઝનેસ માટે લોએસ્ટ ટેક્સ સહિતની સવલતોની માહિતી આપી હતી.

અમદાવાદ સુધી આવેલા બિગ બી વાયબ્રન્ટ સમિટમાં કેમ ના આવ્યા?