નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

સારી હેલ્થ માટે ઉપવાસ રાખો છો? તો ન ભૂલો આ વાત

માનવામાં આવે છે કે ઉપવાસ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક શુદ્ધિ માટે પણ કરવામાં આવે છે. ઉપવાસ જેટલો લાંબો હશે, શરીરની ઉર્જા એટલી જ વધારે હશે. ઉપવાસ કરનારની શ્વાસ લેવાની અને છોડવાની ક્રિયા વિકાર રહિત હોય છે. 

તેનાથી સ્વાદ ગ્રહણ કરનાર ગ્રંથીઓ ફરીથી સક્રિય થઈને કામ કરવા લાગે છે. ઉપવાસ તમારા આત્મવિશ્વાસને વધારે છે કે તમે તમારી ભૂખ પર જીવન પર અને ઈન્દ્રિયો પર નિયંત્રણ લાવી શક્યા છો. પણ તેના માટે તે પણ જરૂરી છે કે તમે ઉપવાસને સાચી રીતે કરો છો કે નહીં?

ઉપવાસ રાખનારને ધ્યાન રાખવું જોઈએ કે વ્રતના પ્રારંભમાં ભૂખ લગે તો લીંબુ પાણી તથા મધનો ઉપયોગ કરો. તેનાથી ભૂખને નિયંત્રિત કરવામાં સહાયતા મળે છે. નિર્જળા ઉપવાસની મનાઈ છે કારણ કે પાણીના અભાવમાં અપશિષ્ટ પદાર્થ બહાર નથી આવતો. એવું પણ ન થાય કે એક સાથે આપ ઘણું પાણી પી લો. તેને બદલે દિવસમાં વારંવાર લીંબુ પાણીનું સેવન કરો. ઉપવાસમાં સાબૂદાણા તથા બટેટાની જગ્યાએ રેશાદાર ફળોનો ઉપયોગ લાભપ્રદ થાય છે. 

- ઉપવાસ ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને માનસિક રોગો જેવી બીમારિઓમાં પણ લાભદાયક છે. ઉપવાસ રાખતા પહેલા તેના પહેલા તૈયારી જરૂર કરી લેવી જોઈએ. 

- તેમાં તાજાફળ તથા શાકભાજીઓની સાથે પાણીની ભરપૂર માત્રા હિતકારી હોય છે. 

- ઉપવાસના દિવસોમાં મોટા આંતરડા એક ભાગની સફાઈ માટે સાદા પાણીનું એનીમા લેવું પણ ફાયદા કારક હોય છે. આ ઉપરાંત ઉપવાસ દરમિયાન ઈસબગુલ લેવું પણ સારું હોય છે.

- થોડી માત્રામાં ફળોનો રસ પીવાથી શરીરથી હાનિકારક પદાર્થ બહાર નિકળી જાય છે. 

- ઉપવાસ વખતે ધ્યાન કરવું, સાધારણ વ્યયામ, શુદ્ધ વાયુ તથા સૂર્ય સ્નાન વધારે ઉપયોગી છે. 

- સાધારણ મસાજ પછી વરાળથી સ્નાન કરવું, સી સોલ્ટ બાથ તથા સાધારણ પ્રાણાયામ શરીરથી વધારે ઝડપથી વિષેલા પદાર્થો બહાર કરી દે છે. 

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ત્વચા માટે આ ફળ કેટલું ગુણકારી છે જાણો છો?

રસોડામાં અંધારુ શા માટે ન અયોગ્ય માનવામાં આવે છે?