નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આવામાં કેમ બને ગુજરાત શિક્ષિત?


૩૯ શાળાઓમાં રમત - ગમતનું મેદાન અને ૮૦ શાળાઓમાં કંપાઉન્ડ વોલ નથી

થરાદ તાલુકાની ઘણી શાળાઓમાં આજે પણ વિવિધ પ્રકારની સુવિધાઓનો અભાવ છે પરંતુ શિક્ષકો, સ્ટાફ અને વીજળી તથા પીવાના પાણીની સમસ્યાઓનો સત્વરે ઉકેલ આવે તેવી લાગણી ગ્રામ્યજનો તથા વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારનું શૈક્ષણિક સ્તર સુધરે તથા સરકારના દર ઊંચો આવે તે માટે અવનવા પ્રયાસો અને યોજનાઓ થકી ગુણવતા સભર શિક્ષણ આપવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જ્યારે આજથી શરૂ થઇ રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દ્વારા પણ રાજ્યના મંત્રીઓ અને વહીવટી તંત્ર તાલુકાની તમામ શાળાઓમાં નવા બાળકોને પ્રવેશ અપાવવા જવાના છે ત્યારે થરાદ તાલુકામાં કુલ ૨૭૭ પ્રા. શાળાઓ, ૨૭ પેટા વર્ગ અને ધો-૮ની ૧૪૦ પ્રા. શાળાઓ ધરાવતા શૈક્ષણિક પછાત ગણાતા આ પંથકમાં આજે પણ ૧૩૨ શિક્ષકો અને ૯પ ઓરડાઓની ઘટ છે. ૨ શાળાઓમાં વીજળી અને ૩૪ શાળાઓમાં પીવાના પાણીની સમસ્યા છે, ૮૦ શાળાઓ કંપાઉન્ડ વોલ અને ૩૯ રમત ગમતના મેદાન વગરની છે જ્યારે ૮૬ શાળાઓના વિદ્યાર્થીઓ હજૂ કમ્પ્યૂટર શિક્ષણથી વંચિત છે, પરિણામે ૨૦૦૯-૧૦થી અમલમાં આવેલા ગુણોત્સવ કાર્યક્રમના એ ગ્રેડમાં બે વર્ષ દરમિયાન એક પણ શાળા આવી શકી નથી

આથી જિલ્લાના સરહદી પંથકમાં ઉપરોક્ત ખૂટતી જરૂરિયાતો સત્વરે પૂર્ણ કરાય જેથી શૈક્ષણિક ગુણવતા સુધારવાની સાથે દેશના ભાવી નાગરિકોની કારકિર્દી પણ ઉજ્જવળ બની શકે તેવી લાગણી જાગૃત નાગરીકો, આમ વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ઉઠવા પામી છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ત્વચા માટે આ ફળ કેટલું ગુણકારી છે જાણો છો?

રસોડામાં અંધારુ શા માટે ન અયોગ્ય માનવામાં આવે છે?