નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ચાની ચુસ્કી થશે મોંઘી, કીલો દીઠ રૂ 75 વધુ આપવા પડશે

 
ચા નું ઉત્પાદન ઓછુ થતાં આ વર્ષે ભાવમાં ભડકો થશે. એટલું જ નહીં, આવતા ત્રણ મહિનાથી ચાના ભાવમાં કિલોએ ૫૦થી ૭૫નો વધારો થવાની શક્યતા છે. જુનો ભાવનો સ્ટોક ખતમ થવાની સાથે જ દેશભરના વેપારીઓ ચાની કિંમતમાં વધારો કરશે.

ભારતના ચા પકવતા ઉત્તર પુર્વીય રાજ્યોમાં આ વર્ષે ખરાબ વાતાવરણના કારણે ચા ના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જ્યારે ચાની માંગમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે તે જોતા અમદાવાદના ચા ના હોલસેલર્સ ચાલુ વર્ષે ચાના ભાવમાં ભડકો થવાની શક્યતા જોઈ રહ્યાં છે.

અમદાવાદ ટી એસોસિએશનના વેપારીઓના કહેવા મુજબ પ્રાથમિક રીતે કિલોએ ૫૦થી ૭૫ રૂપિયાનો વધારો થશે તેવું માનવામાં આવે છે પરંતુ આનાથી વધારે પણ ભાવ વધી શકે છે. અમદાવાદની જેમ ભારત ભરના તમામ  વેપારી સંગઠનોએ ચાના ભાવ વધારની પ્લાનિંગ કરી લીધી છે. આસામમાં જે સૌથી સારી કવોલીટીની ચા ગણવામાં આવે છે તેની હરાજીમાં ફેબ્રુઆરીમાં કિલોએ ૬૦થી ૮૦ રૂપિયા વધુ ભાવ ગયા વર્ષની સરખામણીએ આવ્યો છે. ઉત્તર પુર્વના રાજ્યોમાં સુકા વાતાવરણના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઉત્પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે, આ ઉપરાંત ગયા વર્ષનો કોઈ સ્ટોક નથી તેથી ભાવો વધી રહ્યાં છે. ગયા વર્ષે ૯૮૮ મીલીયન કિલો ચાનું ઉત્પાદન થયું હતું, જે તેના આગલા વર્ષની સરખામણીએ ૨.૩ ટકા વધારે હતું પરંતુ તેની સામે માંગમાં ૩.૫ ટકાનો વધારો થયો છે. આ વર્ષે ઉત્પાદન ઓછું છે અને માંગ વધારે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ત્વચા માટે આ ફળ કેટલું ગુણકારી છે જાણો છો?

રસોડામાં અંધારુ શા માટે ન અયોગ્ય માનવામાં આવે છે?