નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અરે.. ગુજરાતી આવડે છે ને? તો Wiki પર કરો કંઈપણ સર્ચ

 

-આપ અન્ય કોઈ ભાષામાં Wiki પર કંઈક પણ સર્ચ કરી શકો છો

અમેરિકન કોંગ્રેસમાં પાઇરેસી વિરોધી વિધેયકના વિરોધમાં ઓનલાઇન ઇનસાઇક્લોપીડિયા આજે સવારે 10.30 કલાકથી 24 કલાક માટે બ્લેક આઉટ એટલે કે બંધ રહેશે. વિકીપીડિયાના સંસ્થાપક જિમ્મી વૈલ્સે ટિલ્ટ પર કહ્યું કે, ઇનસાઇક્લોપીડિયા વિકીપીડિયા ખરાબ કાયદાનો વિરોધ કરી રહ્યું છે. આથી અમે તેને બુધવારથી એક દિવસ માટે એટલે કે 24 કલાક માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

પણ તેમ છતાં જો આપ દિવસ દરમિયાન Wikiની મદદ લીધા વગર ન રહીં શકતા હોવ તો આપ ઈંગ્લિશ નહીં પણ અન્ય કોઈપણ ભાષાના જાણકાર હોવ તો Wiki પર માહિતી સર્ચ કરી શકો છો.

Wikiની ઈંગ્લિશ વેબસાઈટ પર દરરોજ 2.50 કરોડ લોક વિઝીટ કરે છે પણ જો આપ અન્ય કોઈ ભાષાના જાણકાર હોવ તો આપ માટે Wiki પર કોઈપણ માહિતી સર્ચ કરવી અઘરી નહીં રહે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક મહિનાથી અમેરિકામાં સોપા પર ચર્ચા જંગ છેડાઇ છે. મોશન પિક્ચર એસોસીએશન ઓફ અમેરિકા જેવા સંગઠન આ કાયદા પર સમર્થન કરી રહ્યા છે. ત્યારે ગૂગલ અને ફેસબુકે પ્રસ્તાવિત કાયદાને અભિવ્યક્તિની આઝાદીની વિરૂદ્ધ બતાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિકીપીડિયાની અંગ્રેજી વેબસાઇટ પર અંદાજે રોજ 2.50 કરોડ લોકો રોજ વિઝીટ કરે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ત્વચા માટે આ ફળ કેટલું ગુણકારી છે જાણો છો?

રસોડામાં અંધારુ શા માટે ન અયોગ્ય માનવામાં આવે છે?